________________
-૧૭૪
ઉપમિતિ કથા સારદ્વાર મસ્તક ઝુકાવી નમસ્કાર કર્યો અને પછી ઉચિત આસન ઉપર બેઠા. હાથ જોડીને નમ્રતા પૂર્વક સંતેષ નાશ મટે વાત કહી. વિનંતિ પૂર્વક એ માટેની આજ્ઞાની યાચના કરી મહામહની યુદ્ધ માટે તૈયારીઃ
નિવેદન સાંભળી મહામહ મહિપતિએ જણાવ્યું કે -
હે વત્સ! જુના ફાટેલા વસ્ત્ર જેવી મારી છેલ્લી સ્થિતિ છે. મારું શરીર પામા, કઢ, ખસ વિગેરે રોગોથી ભરેલું છે. એટલે આવા શરીરથી જેટલું કામ બની શકે એટલું લઈ લેવું અને જેટલું કસ નીકળે તેટલે કસ કાઢી લે. માટે તું ન જા. સંતેષના નાશ માટે હું જ પ્રસ્થાન કરૂં છું. મારું જવું શોભારૂપ ગણાય.
આ સાંભળતાં જ રાગકેશરીએ જણાવ્યું, “સારd give" - “પાપને નાશ થાઓ, અમંગળ ટળી જાઓ” હે પૂજ્ય પિતાજી! આપનું શરીર અનેક યુગ, અનેક ક૫ સુધી રહેનારૂં શાશ્વત બને.
મારા જેવા યુવાન પુત્ર હોય અને આપ યુદ્ધ માટે પધારે એ શેભે ખરૂં? ન જ શોભે. આપના પુત્ર તરીકે મારે આપને આરામ આપવું જોઈએ. આપ કૃપા કરીને સતેષ સામે યુદ્ધ કરવાની આશીર્વાદ પૂર્વક આજ્ઞા આપે.
શ્રી મહામહે જણાવ્યું, જા મારી આજ્ઞા છે કે તું અહીં રહે અને યુદ્ધ માટે હું પ્રયાણ કરું છું. આ પ્રમાણે બેલી મહામહ શીવ્રતા પૂર્વક સિહાસન ઉપરથી ઉભા . થઈ ગયા.