________________
૧૬૦
ઉપમિતિ કથા સાદ્ધિાર સ્પર્શન– હે આર્ય ! તમે મને ઘણું આનંદની વાત જણાવી. તમરાં નેહભર્યા વચને સાંભળી મારે શક કાંઈક હળવે છે. તમારા શબ્દોની નીખાલસતા અને મધુરતા ખૂબજ પ્રશંસનીય છે. તમારા વચને જ તમારી મહત્તા અને ઉત્તમતાને પૂરવાર કરી આપે છે.
હું તમને વધુ શું જણાવું ? ઘણું લાંબુ નિવેદન કરવાનું પણ શું પ્રજન ? હે કુમાર! આપના આગ્રહના લીધે જ હું મારા પ્રાણ ધારણ કરું છું. મારા માટે આપજ ભવ્યજંતુ છે, પ્રાપ્રિય મિત્ર છે, આપની મિત્રતા મને સંતોષ આપશે જ, આ રીતે બંને દઢ મિત્રી ગ્રંથીથી જોડાયાં અને પ્રિય મિત્ર તરીકે શપથ લીધાં. મનીષીની વિચારણું :
એ વેળા મનીષી વિચાર કરે છે કે કોઈ પણ શાણે માનવી નિષ્કપટી અને સરલ મિત્રને આવી રીતે ત્યાગ કરે એ માનવામાં આવે તેવું નથી. સજન મિત્રોને કઈ ત્યાગ કરે એ સંભવી શકે તેવી વાત નથી.
ભવ્યજંતુ અને સ્પર્શનની મિત્રતામાં અગત્યના કારણ વિના શ્રી સદાગમ ભંગાણ પડાવે તે સંભવતું નથી. કારણ કે સદાગમ દરેક કાર્યોને વિચારી કરનાર પુરૂષ ગણાય છે. વગર વિચારે એક પગલું પણ ભરતે નથી. આવું મેં ઘણીવાર સાંભળ્યું છે.
આ ઉપરથી રહેજે વિચારી શકાય એમ છે કે, આ સ્પર્શન કેઈ સારે વ્યક્તિ હોઈ શકે નહિ. બાલ સ્પર્શન