________________
-૧૫૬
ઉપમિતિ કથા સારદ્વાર મને વિચાર થયે આ શું ? અરે આ ભવ્યજંતુને મારા ઉપર અપાર પ્રીતિ હતી અને હાલમાં આવું વર્તન કેમ ? જન્માંતરની પ્રાપ્તિ ન થઈ હોય, તેમ મારા મિત્રનું મારા પ્રતિ આચરણ કેમ બદલાઈ ગયું?મારા ઉપર જરામાત્ર નેહ રહ્યો નથી એનું શું કારણ હશે ?
ઓહ સમજાણું. સદાગમની સાથે સંસર્ગ કરે છે, એની સાથે વાર્તાલાપ કરે છે. એની સાથે વિચારણા કરે છે. એના પરિણામે જ આ બધી અનર્થ પરંપરા થવા પામી છે. સદાગમના સંસગે આ નુકશાન કર્યું છે મારે મિત્ર પણ મારે રહ્યો નહિ. મારું હૃદય દુઃખથી લેવાઈ જતું હતું.
આ પ્રમાણેના વિચારમાં કેટલે સમય પસાર કર્યો. પણ તે દરમ્યાન મારી છાતીમાં શેકને મહાશંકુ-કાંટે હંમેશા ભોંકાયા કરત. હૃદયમાં રહેજે શાંતિ ન હતી. દુઃખથી હું સંતપ્ત રહેતે છતાં હૃદયમાં એક આશા હતી કે આ મારે મિત્ર ચેડા દિવસ પછી ફરી મારા ઉપર પ્રીતિ ધરતે થશે પણ એ આશા ઠગારી નિવડી.
એક દિવસે સદારામ સાથે ખાસ મંત્રણા કરીને મારી સાથેના તમામ સ્નેહ સંબંધોને ત્યાગ કરી દીધું. ભવ્યજંતુઓ મારાથી મુખ સર્વથા ફેરવી લીધું. મારી પ્રાર્થના અને આજીજીની સામે પણ ન જોયું મનમાંથી મારું નામ પણ સદા માટે ભૂંસી કાઢયું.
પહેલાં તે એ મિત્ર મારા કહેવા મુજબ જે સ્ત્રીઓ રૂપવતી અને સુંદર જણાતી એને સ્વીકાર કરતે, કમળ