________________
-
૧૫૪
ઉપમિતિ કથા સારોદ્ધાર આ માર્ગ શેલે? તમારે ફસે ન ખાવું જોઈએ.
અથવા તે એવું કયું મહત્વનું કારણ છે કે જેના લીધે તમે આત્મઘાત કરવા તત્પર બન્યાં ? અતિ અગત્યની ગુપ્ત વાત ન હોય તે તમે તમારા આત્મઘાતનું કારણ અમને જણ.
દીર્ઘ નશાશા મૂકતે તે પુરૂષ મનીષી અને બાલને જણાવે છે કે “મારી વાતમાં કોઈ દમ નથી જવાદો એ વાત” તમે મારા ફાંસાના દોરડાને કાપી નાખે તે સારું ન કર્યું.
હું મારા દુઃખના અગ્નિને ઓલવવા પ્રયત્ન કરતે હતે, દુઃખની કારમી વેદના ટાળવા ઈચ્છતું હતું ત્યાં તમે વચ્ચે આવી અડચણ ઊભી કરી, મને બચાવી લીધે. કૃપા કરી ફસ ખાતા મને તમે હવે બચાવવાનો પ્રયત્ન ના કરશો. મને મારું કાર્ય કરવાદો એમાં વિના ન નાખશે.
આ પ્રમાણે જણાવી તે પુરૂષ ફરી ફાસો ખાવા ઉભે. થાય છે ત્યાં બાલે પિતાના બે હાથથી મજબુત ઝાલી રાખ્યો અને પૂછ્યું.
હે ભદ્ર! આત્મઘાત કરવાનું કારણ તે જણ? જે એ કારણનું નિવારણ નહિ થાય, તે પછી તમને જે ઈષ્ટ લાગે તે કજે પણ કયા કારણથી આ પ્રયત્ન કરી રહ્યા છે તે તે જણાવે ?