________________
=
=
નંદિવર્ધન
૧૨૯૯ વૈશ્વાનર સાથે મત્રીઃ
વશ્વાનરને જોતાં જ એના પ્રત્યે મને પ્રેમ જાગે. ખરી રીતે એ દુશ્મન હતું. મારા એકલાને જ નહીં પણ જગતના પ્રાણી માત્રને દુશ્મન હતો.
છતાં રેગીને અપથ્ય અન્ન બહુ ભાવે તેમ પૂર્વભવના અભ્યાસના કારણે મને વૈરી વૈશ્વાનર ઉપર વહાલ જામ્યું.
બ્રાહ્મણીપુત્ર વૈશ્વીનર મારા હૃદયના ભાવે સમજી જાય છે. એણે શીધ્ર કલ્પના કરી લીધી કે આ રાજકુમારને મારા ઉપર સ્નેહ જાગ્યો છે.
આવા અવસરને લાભ જ કરે એ એ ન હતે. ધીરે ધીરે મારી સમીપમાં આવે છે અને અપૂર્વ પ્રેમને વર્ષાવતે મારા દરેક અંગને આલિંગન કરતે ભેટી પડે છે.
હદયમાં સ્નેહને સાગર છલક્ત હોય એ ડોળ કરે છે. મારી સાથે મજાથી વાત કરવા લાગ્યો. આ રીતે અમારી મિત્રતા થઈ અને તે કમે ક્રમે વધતી જાય છે. તે એટલે. સુધી કે હું વૈશ્વાનર વિના એકલો બહાર ફરવા ન જઈ શકું
દરેક કાર્ય માં દરેક સમયે અમે સાથે જ રહેતા. વૈશ્વાનર પણ મને છોડવા કદી ઈચ્છતે જ ન હતે. નખ અને માંસ જેવી અમારી અત્યંત મત્રી થઈ જાય છે.
હે અગ્રહિતસંક્તા ! ભવિતવ્યતાએ પૂર્વભવમાંથી જ મારી સંભાળ માટે પુણ્યદયને સાથે મેકલેલે તે પુર્યોદય એક દિવસ વૈશ્વાનર સાથે મૈત્રી સંબંધ બાંધતાં મને જોઈ