________________
૧૨૮
ઉપમિતિ કથા સારોદ્ધાર મેટી, વાંકીચૂકી બગલા જેવી એની ડોક હતી. ડકનું નામ “પૂરતા રાખવામા આવેલ હતું. “અસત્યભાષણ વિગેરે નામના એનાં દાંત હતાં. “ચંત્ય૩ અને “અસહનત્વજ એ નામના ટૂંકા કાન હતા. “તામસભાવ” નામનું ટૂંકુ ચીભડું સપાટ જેવું નાક હતું.
- આંખે અંગારા જેવી લાલચળ, ગોળ તેમ જ બેડોળ હતી અને એના નામ “નૃશંસત્વ" અને બૌદ્રવ હતાં. “અનાયચરણ” નામનું માથું હતું. તે ત્રિકોણીયું અને વધારે પડતું મોટું હતું તેથી બિહામણું જણાતું હતું.
એના માથાના વાળ અગ્નિની જવાળાઓ સાથે સરખાવી શકાય એવા લાલાશ–પિળાશ ઉપર હતાં વાળથી એ વધુ બિહામણે જણાતું હતું.
આ પ્રમાણે અંગે અગને નામ પ્રમાણે ગુણને સાર્થક કરતે અવિક્તિા બ્રાહ્મણના પુત્ર વૈશ્વાનરને મેં જોયે.
૧. ક્રૂરતા – નિયતાભર્યું વર્તન. ૨. અસત્ય
ભાષણ – ખોટું બોલવું. ૩. ચંડત્વ – વાતવાતમાં ઉગ્ર બની જવું. ૪. અસહનત્વ – સારી વાતને પણ સહન ન કરવી. ૫. તામસભાવ– શાંતિ અને સહનશીલતા વિનાને સ્વભાવ. ૬. નૃશંસત્વ – દયા વિદ્રણે વર્તાવ. ૭. રૌદ્રવ – ભયંકર વિચારધારા. ૮. અનાર્યા – આર્ય માનવીને ન શોભે એવું વર્તન.
ચરણ