________________
એકાક્ષનિવાસ નગર ભણી
૧૦૧ ત્યાં કોઈવાર મને અંગારા રૂપે તે કઈ વાર તણખા રૂપે. વળી કઈ વાર જ્વાળા રૂપે તે કઈવાર વાદળની વીજળી સ્વરૂપે ભવિતવ્યતા ખૂબ નચાવતી.
ભડભડ બળતા મારા ઉપર પાણી છાંટીને મને ઓલવી મારે નાશ કરતા, કામ પતી ગયા પછી ઘડામાં ભરી ઉપરથી સુખ ઢાંકી દેતા કે લેઢાની અંદર રહેવું તે ઘનને આકરે પ્રહાર સહન કરતે. આવાં ત્રાસે મેં “તેજસકાય”માં અસંખ્ય કાળ સહન કર્યા. છેવટે બીજી ગેળી મને આપવામાં આવી.
પાંચમે પાડે–વાયુકાય ગોળીના પ્રતાપે અલ્પસમયમાં હું પાંચમા મહોલ્લામાં આવી ગયે. આ મહેલલામાં “વાયવીય” નામને અસંખ્યાતા ક્ષત્રીયે રહેતા હતા. હું પણ વાયવીય ક્ષત્રીય અન્ય. મારૂં શરીર ધજાના આકારવાળું થયું. મારે સ્પર્શ અનુષ્ણુ–શીત – ઠંડે પણ નહિ અને ગરમ પણ નહિ એ થયે. ચર્મનેત્રવાળા તે મને જોઈ પણ શકે નહિ એવું શરીર મને પ્રાપ્ત થયું.
અહીંયા પણ મારી પત્ની જુદી જુદી ગોળીઓ આપતી અને એ દ્વારા જુદા જુદા શરીરે બનાવવામાં આવતાં. કોઈવાર
૧ વાયવીય–વાયુકાયના જીનું નામ.
૨ અનુષ્ણશીત–વાયુ જેની સાથે ભળે એ એને સ્પર્શ બને. જલ કે ઠંડીના અણુઓ ભળે તે શીત બને, સૂર્યકીરણ કે અગ્નિના સંયોગે ઉષ્ણ થાય.