________________
૮૮.
ઉપમિતિ કથા સારદ્વાર બનાવે. કેઈવાર ઝાડ રૂપે, કોઈવાર વેલડી રૂપે, કોઈવાર શુભ રૂપે, કોઈવાર અન્ન અને ઘાસ રૂપે બનાવે.
આ રીતે ભવિતવ્યતાએ “એકાક્ષનિવાસ નગરના મહોલ્લામાં વારંવાર મને જુદા જુદા રૂપના આકાર ધારણ કરાવ્યા.
બીજા નગરના વસનારા લેકો આવીને મને જે શાક રૂપે જોતા તે છેદી–ભેદી નાંખતા. કોથમીર-પિદીના વિગેરે રૂપમાં જોતાં તે ચટણી કરવા પીસી નાખતા. ઘઉં-બાજરા વિગેરે અનાજના રૂપમાં જોતાં તે દળીને લોટ બનાવી દેતા. વળી મને મરચા રૂપે નિહાળે તે મરડીને તેડી નાખતા. ભાજીના રૂપમાં જુવે તે ચૂંટી ઘૂંટીને જુદા કરતાં. કારેલાં કે તુરીયાનાં રૂપમાં જોતાં તે ઉપરથી છેલી છેલી મને અતિદુઃખ આપતાં. કાચી વનસ્પતિના રૂપમાં મને જ્યારે જુએ ત્યારે અગ્નિ ઉપર ચડાવી બાફીને ખાઈ જતાં. આ બધી વેદના હું મારી પત્નીની સામે જ ભગવતે હવે છતાં કદી પણ એ બચાવવા પ્રયત્ન કરતી ન હતી. અરે! ઉપરથી હસે અને બેદરકારી બતાવે.
આ જાતના જુદા જુદા દુઃખે ભેગવતાં ભોગવતાં મારે ત્યાં અનંતકાળ ચાલ્યા ગયે. આખરે મારી ગળી જઈ થઈ એટલે ભવિતવ્યતાએ મને બીજી ગોળી આપી.
૧ ગુમ-ગુરછરૂપ જે વનસ્પતિ થાય તે. Bush. ગુલાબ–મોગરા વિગેરે.