________________
પ્રકરણ પાંચમું એકાક્ષનિવાસ નગર ભણી ભવિતવ્યતા અત્યંતઅધ અને તીવ્રમેહોદય પાસેથી નીકળી મારી પાસે આવે છે. અને ત્યાં થએલ વાર્તાલાપ મને સંભળાવી છેવટે જણાવ્યું કે તમારે અહીંથી હવે જવાનું છે.
ઉત્તરમાં મેં જણાવ્યું, “જેવી મહાદેવીની આજ્ઞા.” તરિયગત જેટલી સંખ્યામાં છ લેવા આવ્યું હતું, તેમાં હું અને મારા જેવા બીજાઓને રવાના કરવામાં આવ્યા.
એ વખતે ભવિતવ્યતાએ સુબેદાર અને સરસેનાધિપતિ ને જણાવ્યું કે, તમારે અને મારે આ લેકોની સાથે જવું પડશે. સતી સ્ત્રીને તે પતિ દેવતુલ્ય ગણાય. માટે હું પતિથી વેગળી ન રહું.
વળી આ લેકેને સૌ પ્રથમ એકાક્ષનિવાસા નગરે લઈ
૧ એકઅક્ષ= એક ઇન્દ્રિય. એકંદ્રિય જીવોને રહેવાનું સ્થાન તે એકાક્ષનિવાસ. માત્ર સ્પર્શનેન્દ્રિય હોય છે.