________________
૫૮
ઉપમિતિ કથા સારેદ્ધાર ઘણીવાર સંપત્તિમાં મહાલતાં તે ઘણુવાર દારિદ્રમાં ડુબતાને વેશ, ઘણીવાર રેગથી ખદબદતા શરીરવાળા બનવાનું તે કઈવાર નીરોગી કાયા પહેરી નાચવાનું, વળી સ્ત્રીના લેબાશ પહેરીને નૃત્ય કરવાનું, તે કઈવાર પુરૂષના દેહમાં પાઠ ભજવવાના, તે કઈવાર ઉચ્ચકુળમાં ઉન્મત્ત થઈ બધાની વાહવાહ સાંભળવાની, તે ઘણીવાર નીચકુળમાં ઉત્પન્ન થઈ ટોણાં મેણા અને હલકુ કાર્ય કરી વેશ ભજવવાને અને આ રીતે શ્રી કર્મપરિણામ મહારાજાને ખુશ ખુશ કરવાને રહે છે.
આવા વિવિધ પ્રાણી દ્વારા વિવિધ અને આશ્ચર્યકારી પાઠો ભજવાતા જોઈ શ્રી કર્મપરિણામ ખુબ જ રાજી રાજી થાય છે. આસન ઉપરથી ઉચે થઈને તાળી પાડી પ્રસન્નતા પ્રદર્શિત કરે છે. મહારાણુ શ્રી કાલપરિણતિ અને એની આજ્ઞા :
શ્રી કમં પરિણામ મહારાજાને નિયતિ, યદચ્છા વિગેરે ઘણું રાણીએ છે પણ ગુણથી અને સુંદરતાથી એઓમાં આગળ પડતી કાલપરિણતિ” નામની રાણી છે. તે પટરાણી પદને શેભાવે છે.
આ કાલપરિણતિ મહારાણી ઉપર શ્રી કર્મપરિણામને અત્યંત પ્રીતિ છે. અત્યંત રાગ છે. એણના વિના જરાએ ચેન પડતું નથી. સદાએ પાસે જ હાજર જોઈએ. વિયાગનું નામ સાંભળવા તૈયાર નથી.