________________
ઉપમિતિ કથા સારોદ્ધાર જે સ્થાન, જે દેશ અને જે ભૂમિના માલિકી ભેગવનારાઓ રાજાએ તે કલ્પવૃક્ષ સમાન છે. રાજાએ પ્રજાના સુખમાં કારણભૂત હોય છે એથી કલ્પવૃક્ષ જણાવેલાં છે.
આવી નગરીનું વર્ણન કેણ કરી શકે? કાડ મુખે બનાવે અને દીર્ધાયુષ્ય હોય, તેમજ બધામુખ એક સાથે જુદા જુદા ગુણેનું વર્ણન કરવા માંડે તે પણ એ ગુણે વર્ણવી ન શકાય.
ખરેખર પુણ્યની પ્રબલતા અને ગુણની ગરિમાથી આ નગરી આગળ ઇંદ્રની અલકાપુરી પણ દિવસે દેખાતા ચંદ્ર જેવી નિસ્તેજ બની ગઈ કર્મપરિણામ રાજા
આ નગરીના અધિપતિ શ્રી કર્મ પરિણામ મહારાજા છે. જેઓ પિતાનું શાસન, પિતાની આજ્ઞા સુરેન્દ્રો, અસુરેન્દ્રો, નરેન્દ્રો વિગેરે મોટા ગણાતા વ્યક્તિઓ પાસે પણ સહેલાઈથી પળાવી શકે છે, અનેક શક્તિના સ્વામી સુરેન્દ્રો વિગેરે પણ ખૂબ જ નમ્રતા અને સભ્યતાથી કર્મ પરિણામ મહારાજાની આજ્ઞા પિતાના મસ્તક ઉપર ધરે છે. અર્થાત્ આજ્ઞાનું પાલન કરે છે.
પિતાના પરાક્રમ દ્વારા પિતે આ પૂર્ણ ભૂમંડલને અધિપતિ બને છે. એના પરાક્રમને ખંડિત કરવું એ રહેલું
૧. કમપરિણામ જ્ઞાનાવરણદિ આઠ કરૂપ રાજા. કર્મ કેઈને છોડતું નથી. કર્મ જે ન બાંધે તેને કર્મ પકડતું પણ નથી.