________________
ભવ્યપુરૂષને જન્મ
૫૩ ભરપુર અને જ્યાં ક્રય-વિક્રય પણ શીઘતા પૂર્વક તેમજ બહોળા પ્રમાણમાં થાય એવી દુકાને આવેલી છે. અને એ દુકાનોને
“વિજય” એ પ્રમાણેના શુભનામથી વ્યવહાર કરવામાં આવે છે. - “મેરૂ” વગેરે મેટા પ્રાસાદ–વિશાળ મહેલે આવેલા છે અને ભદ્રશાલ વગેરે નામના બગીચાઓ આ નગરીની રમણચાને વધારી રહ્યાં છે. | મત્સ, મગર, ગ્રાહ વિગેરે જલચર જંતુઓથી યુક્ત અને સ્વચ્છ જલથી પૂર્ણ એવી ગંગાદિ નદીયે આ નગરમાં શેરીના રસ્તાઓનું કામ આપે છે. અને આ ગંગાદિ નદી જ્યાં આગળ આવીને મળે છે તે લવણસમુદ્ર અને કાલેદધિ એ બે મહા રાજમાર્ગ છે. - આ બે રાજમાર્ગોથી મનુજગતિ નગરી ત્રણ વિભાગમાં વહેંચાઈ ગઈ છે. જંબુદ્વીપ ધાતકીખંડ અને પુષ્કરવર એમ ત્રણ વિભાગના નામે છે અને આ વિભાગમાં અવાંતર મહેલ્લાઓ તે ઘણાં જ આવેલા છે.
૧. વળી “વિજય” દુકાને બતાવી તે મહાવિદેહના ૩૨ ખંડો જાણવા. એ વિજયખંડ ભારત કરતાં વિશાળ છે. દરેકમાં ધમરૂપ કરિયાણું કબંધ પ્રાપ્ત થાય છે.
૨. મેરૂ પર્વત કુલ ૫ છે. ૧ જંબુદ્વીપમાં ૨ ધાતકીખંડમાં ૨ પુષ્કરવરાધમાં. જંબુદીપના મેરૂની ઊંચાઈ એક લાખ યોજનની છે, ત્યારે બીજા ચાર પંચાશી હજાર એજનના ઉંચા છે.
૩. મેરૂની તળેટીમાં “ભદ્રશાલ” નામનું મહાવન આવેલું છે. દેવતાઓ આનંદ કરવા ખાતર અહીં આવતા હોય છે. આ વન મનુ યેલકમાં છે.