________________
શ્રી નદિસૂત્રનાં પ્રવચન તે પણ અહીં: “એકાંત હિતકારી” એવું જે વિશેષણ આપ્યું છે, તે જિનવચનનું સ્વરૂપ જણાવવા માટે જ છે.
જિનેશ્વર પરમાત્માનું વચન એકાંત હિતકારી છે. કારણ કે એમને રાગ, દ્વેષ અને અજ્ઞાનરૂપ અસત્યનાં કારણે નથી. આવું વચન જે આત્મા આનંદથી અને ઉપગમાં રહીને સાંભળે, પણ ઊંઘમાં કે વિકથામાં નહિ - નિવાઈફો ' વળી, જે બે હાથ જોડીને–અંજલિ કરીને–સાંભળે, તેને શુકૂલપાક્ષિક શ્રાવક કહેવાય. આવા જીવને અલ્પતમ સંસાર જ બાકી સમજ. કારણ કે-કર્મના ગાઢ થર ઓછો થાય, અતિતીવ્ર કર્મ ચાલ્યું જાય, ત્યારે જ પરમાત્માના વચનના શ્રવણની ઈચ્છા અને તે માટે અહીં આવવાની ભાવના થાય. અને ત્યારે જ આ વચન સાંભળવાનો અવસર મળે.
આજે આપણે નંદિસૂત્ર સાંભળવાનું છે. જે સાંભળવાથી આત્માને સમૃદ્ધિ અને હર્ષ થાય, તેવું આ સૂત્ર આજે સાંભળવાને અવસર આવ્યે, એ આપણે મહાન ભાગ્યોદય છે.
આ નંદિસૂત્રના પ્રણેતા દેવવાચક ગણિ છે. એમનું બીજું નામ દેવર્ષિ ગણિ પણ છે. કેઈક ગ્રંથમાં એમને દેવધિ ગણિ તરીકે ઓળખાવેલા છે પણ વીરનિવણથી ૯૮૦ વર્ષે વલભીપુર નગરમાં વલભી-વાચનાકાર દેવધિ ગણિ ક્ષમાશ્રમણ મહારાજ, તે આ દેવવાચક ગણિથી જુદા સમજવાના છે.