________________
જ
આજ રોજ કરીને તેઓ કરે છે અને એકવાર અમુક નિર્ણય કરી લીધા પછી, ગમે તેવા ઝંઝાવાતની સામે પણ અડોલ ખડા રહેવાનું એમનું ખમીર છે. વળી, વિવેકશીલતાની મર્યાદાને લેપ્યા વગર નિર્ભયતા અને સ્પષ્ટવાદિતાને પિતાના જીવન સાથે વણી લેવાની એમની આ કળા અદભુત છે. અને જેઓ તેઓને પરાયા માનતા હોય એમને પણ પોતાના બનાવી દે એવી કરુણાભરી છે હેતની સરવાણી એમના અંતરમાં નિરંતર વહેતી છે રહે છે–અહિંસા, સંયમ અને તપમય સમભાવની સાધનાનો જ આ પ્રતાપ છે.
*
* *
*
*
* *
આ ગ્રંથના પ્રવચનકાર આચાર્ય શ્રી અનેક ગુણ અને અનેક શકિતઓથી શોભતા આવા મહાન સંઘ નાયક છે. એમની ધર્મવાણીની આ પ્રસાદીને અંતરમાં ઝીલવાનો પ્રયાસ કરીએ અને એમના સંઘનાયકપદને લાભ જૈન શાસનને અને દેશને લાંબા સમય સુધી મળતો રહે એવી પ્રાર્થના કરીએ.
*
*
૬, અમૂલ સોસાયટી, અમદાવાદ–૭. તા. ૨૧-૧ર-૭૫, રવિવાર
રતિલાલ દીપચંદદેસાઈ
કે
જ
કે
જ
કે આ