________________
૨૭૮
પરિશેષ–૩
પરિશેષ–૩ વિ. સં. ૨૦૩૧ ના કાર્તક શુદિ ૨ ના દિવસે ૨૫ મી વીરનિર્વાણ કલ્યાણક શતાબ્દીના ઐતિહાસિક અવસરને અનુલક્ષીને અમદાવાદના શ્રીસંઘે
જેલ ગુણાનુવાદ સભામાં પૂજ્ય આચાર્ય ભગવંતે કરેલ પ્રવચન.
જૈનધર્મ તે મહાન અને વિશાળ છે. એ સંકુચિત નથી. પણ એને કૂવાના દેડકા જે તે આપણે બનાવી દીધું છે. જૈનદર્શનમાં તે ત્યા સુધી કીધું છે કે 'अपुनर्बन्धकस्यापि, या क्रिया शमशालिनी । चित्रा दर्शनभेदेन, धर्मविनक्षयाय सा ।।'
–જે આત્મા અપુનર્બશ્વકભાવમાં-મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી બાંધવી ન પડે એવાં ભાવમાં, આવી ગયો છે, પણ હજી સમકિત પામ્યું નથી, એની પણ જે શમશાલિની ક્રિયા–ઉપશમભાવની અને અકદાગ્રહભાવની એની જે ક્રિયા, એ ગમે તે દર્શનની હેય-ભિન્ન ભિન્ન દર્શનને અનુસરનારી હોય, તે પણ ધર્મવિજ્ઞક્ષાય ના
–એ ક્રિયા ધર્મમાં અંતરાય આપનાર વિઘોને નાશ કરવા માટે સમર્થ છે.
એટલું જ નહિ, પણ ભગવંતે તો કીધું છે કે-જ્યાં આત્મા થી દષ્ટિમાં વર્તાતે હોય, ત્યાં એને એક જ વિચાર આવે કેઃ