________________
૨૧૮
શ્રી નંસૂિત્રનાં પ્રવચને. ભગવંત મહારાજા જ્યાં કાંઈ ઉપદેશ કહે છે, તે ગુરુકુલવાસમાં રહેલાને જ કહે છે. બીજાને નહિ. સુધર્માસ્વામી મહારાજા પણ જંબુસ્વામીને એમ જ કહે છે કે- સુર્ય ને માર સંતે – હે જંબૂ! ભગવંતના ચરણમાં એટલે કે ગુરુકુલવાસમાં રહેતા એવાં મેં જે આ જાણ્યું છે, એ હું તને નિવેદન કરું છું કે-ભગવાને આ કીધું છે.
તારાં આત્માનું કલ્યાણ કરવું હોય તે ગુરુકુલવાસ ન છોડીશ. ગુરુકુલવાસમાં રહેનારે જીવ કે થાય છે? તે
नाणस्स होइ भागी, थिरयरओ होइ दसणे चरित्ते य ।
धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचंति ॥ ઉત્તમ પુરૂષ ગુરુકુલવાસ કેઈ દિ છેડતા નથી. કેમ ન છેડે? તે ગુરુકુલવાસમાં જ રહે છે, એને ઉત્તરોત્તર જ્ઞાનની વૃદ્ધિ જ થાય છે. એટલું જ નહિ, પણ સમ્યગદર્શનમાં ને ચારિત્રમાં સ્થિરતા પણ ક્યાં મળે? તે ગુરુકુલવાસમાં જ મળે.
જીવ છે. અનેક કર્મ અને વાસનાઓ પડી છે. કોઈકવાર એને સંકલ્પવિકલ્પ પણ થઈ ગયાં હોય. તે વખતે જે એ. ગુરુકુલવાસમાં રહ્યો હોય, તે ત્યાં કેઈ ભણતાં હોય, કેઈ તપસ્યા કરતાં હોય, અનેક મુનિઓ આરાધના કરતાં હોય, એ જુએ તે પેલાને થાય કે “! આ બધાં આવી. આરાધના કરે, ને હું આવાં સંકલ્પવિકલ્પ કરું? આમ. કરતાં એ પાછો ચડી જાય.
અનેક મુનિઓવાળાં ગુરુકુળમાં રહ્યો હોય તે એને