________________
મહા-દેવ
૨૧૯ કોઈ અકાર્ય કરવાની ઈચ્છા પણ ન થાય. અને ગુરુમહારાજાની શુશ્રષા પણ થાય. કારણ કે જીવને જ્ઞાનપ્રાપ્તિનું સાધન ગુરૂમહારાજની સેવાના જ છે–
'गुरुशुश्रूषया विद्या, पुष्कलेन धनेन वा। अथवा विद्यया विद्या, चतुर्थी नोपपद्यते ॥'
ત્રણ રીતે જ્ઞાન મળે છે. એક તે ગુરૂમહારાજના ચરણની સેવના કરીને મેળવે. એમના આશીર્વાદથી ઉત્તરોત્તર એ જ્ઞાનમાં આગળ વધ્યે જ જાય.
બીજું-પુષ્કળ ધનથી વિદ્યા મળે. અમે પંડિતે રાખીએ ને એને ધન અપાવીને જ્ઞાન મેળવીએ . અથવા એક વિદ્યાથી બીજી વિદ્યા . તમારી વિદ્યા તમે મને શીખવે ને મારી વિદ્યા હું તમને શીખવું. એ ત્રીજે પ્રકાર છે. ચે. કઈ પ્રકાર નથી. એમાં ગુરુકુળમાં રહીને–ગુરુમહારાજની સેવા કરીને જે જ્ઞાન મેળવ્યું હોય, એ જ ટકે છે. માટે જ કીધું કે 'गुरुपादरजः'स्पृशन् । कदाह योगमभ्यस्यन, प्रभवेयं भवच्छिदे॥. હું કયારે ગુરુમહારાજાના ચરણ કમળમાં રહું ને ધીરે ધીરે જ્ઞાનયોગ ને કર્મચાગ, અધ્યાત્મગ ને ચરણુયોગ. વગેરે ગેને અભ્યાસ કરીને કયારે સંસારને પાર. કરીશ? અને
‘महानिशायां प्रकृते. कायोत्सर्गे पुराद् बहिः । स्तम्भवत् स्कन्धकषणं, वृषाः कुर्युः कदा मयि ?॥"
મારું મન, સંઘયણ, મારું શરીરબળ, એવાં મજબૂત થઈ જાય કે ગમે તેવાં ઉપસર્ગો થાય તે ય હું ન ડરું.