________________
૨૧૪
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન અમારાં ધર્મના દેવ આવાં છે.
અને “ગુરુ” એ ધર્મની ભીંતરૂપે છે. અમારાં ધર્મના ધર્મગુરૂઓ કેવાં છે? તે કંચનકામિનીના ત્યાગી, પંચ મહાવ્રતધારી, અને છકાય જીના પાલણહાર છે. શુદ્ધ પ્રરૂપણ કરનાર છે. હમેશાં ધર્મને જાણનાર, ધર્મને આચરનાર, ધર્મમાં જ પરાયણ રહેનાર, અને પ્રાણિમાત્રને નિષ્કામભાવે ધર્મને જ ઉપદેશ આપનાર છે. -
અને અમારે ધર્મ પણ દયામય છે. એ જ પાટડા”
જે ધર્મમાં આવાં દેવ છે, આવાં ગુરુ છે, અને આવે. ધર્મ છે, એ ધર્મના શ્રાવકને અવતાર જે છે, એની કે માણસ પ્રશંસા ન કરે?
અને એટલે જ હેમચંદ્રસૂરિમહારાજા કહે છે કેપહેલું આ શ્રાવકપણું મેળવવું જોઈએ.
આ પછી બીજી ભાવનાઓ ભાવવાની કીધી છે કે'जिनधर्मविनिर्मुक्तो, मा भुवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः॥'
બહે જિનેશ્વર! તારો ધર્મ મને ન મળતું હોય, ને મને ચક્રવતીપણું પણ મળતું હોય, તે એ મારે ન જોઈએ. પણ કદાચ હું નોકર-ચાકરના સ્વરૂપમાં રહીશ, તે ય તારાં ધર્મમાં મને મજીઠના રંગ જે રંગ લાગ્યું હશે, તે એ નેકરનું સ્વરૂપ મને ભલે મળે. તારે ધર્મ મને