________________
મહા-દેવ
૨૧૩ નેહમાં. સ્નેહ હોય ત્યાં દુઃખ જ છે. આ ત્રણ વાનાં છેડીશ, તે તું સુખી થઈશ. .
આમાં શું બતાવ્યું? કે રાગ મહાન દુઃખ આપનાર છે, કલેશ-કંકાસ કરાવનાર છે. આ રાગ જેને સર્વથા નાશ પામ્યો છે.
અને એ પુરુષમાં દ્વેષ પણ નથી. એને કેઈ શત્રુ પણ નથી, ને મિત્ર પણ નથી. કેઈ ગમે તેવાં અપરાધ કરે, એને એના પર પણ દ્વેષ નથી. એ ઠેષ કે છે? તે ઉપશમભાવ-સમતા એ આત્માને મુખ્ય ગુણ છે. એ ગુણરૂપ જે ઇંધણાં, એને બાળી નાખવા માટે આ દ્વેષ દાવાનલ–અગ્નિ સમાન છે. જેમ ઇંધણાં-લાકડા પડયાં હય, ને અગ્નિ પ્રગટે, તે એને બાળી નાખે છે. તેમ ઉપશમ-ભાવરૂપ લાકડાને બાળી નાખનાર દ્વેષ અને ઈષ્ય છે. જેનામાં શ્રેષ-ઈષ્ય હોય, એનામાં સમતા નહિ હોય. આ કૅષ પણ જે પુરુષમાં નથી.
અને જે પુરુષમાં મેહદશા–અજ્ઞાનતા પણ નથી. એને લઈને જ અવિવેક પણ નથી. કારણ કે-જીવને અસદાચારમાં–અશુદ્ધ આચરણમાં–પ્રવૃત્તિ કરાવનાર મેહ છે. એ પણ જેનામાં નથી.
અને ત્રણે લેકમાં જેને મહિમા વિખ્યાત છે. દેને પણ જેમના પ્રત્યે પૂજનીય બુદ્ધિ છે. આ જગતમાં જે કેઈ પુરુષ હોય, તેનું નામ મહાન દેવ કહેવાય. અને આવાં દેવ, એ ધર્મને પા કહેવાય.