________________
૨૧૨
શ્રી નંદિસૂત્રનાં પ્રવચનો આ બત્રીસ લક્ષણ કયારે આવે ? તે એક એક ઠેકર જીવ ખાય, ત્યારે એક એક લક્ષણ આવે. ગુરુમહારાજાની ઠોકરો ખાય ત્યારે એક એક લક્ષણ આવે. એ માટે આ ગ્રંથમાં બત્રીસ અધિકાર બનાવ્યાં છે. એમાં પહેલી ટેકર કયાં વાગે? તે દેવનાં સ્વરૂપમાં ઠોકર વાગે કે “સાચે દેવ કેણુ?” એ માટે જ પહેલું મહાદેવાષ્ટક બનાવે છે. એમાં દેવનું સ્વરૂપ બતાવતાં કહે છે કે –
'यस्य संक्लेशजननो, रागो नास्त्येव सर्वथा। न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञान-च्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकल्यातमहिमा, महादेवः स उच्यते ॥'
ખરેખરે તારે દેવ કેણ છે? અમારે આગ્રહ નથી કે આ જ દેવ છે. અમે તે કહીએ છીએ કે જે આત્માનું આવું સ્વરૂપ હોય તે જ સાચે દેવ.”
પુરુષમાં રાગને સર્વ રીતે નાશ થયો છે. તે જ સાચે દેવ. કેમ કે એ રાગ કે છે? આત્માને મહાન કલેશ કરનાર છે. જીવને આર્તધ્યાન ને રૌદ્રધ્યાનમાં પાડનાર કેઈ હોય તે તે રાગ છે. માટે જ કીધું કે –
'लोभभूलानि पोपानि, रसमूलाश्च व्याधयः । स्नेहमूलानि दुःखानि, त्रीणि त्यक्त्वा सुखी भवेत् ॥'
બધાં ય પાપનું મૂળ લેભ છે. માટે પહેલે લેભ છોડી દે. અને શરીર ગરહિત રાખવું હોય તે રસ છડી પથ્ય વાપર. અને જગતમાં દુઃખનું મૂળ ક્યાં છે? તે