________________
૧૯૨
શ્રી નશ્િવના પ્રવચન એમાં પણ ઈશ્વરનું ધ્યાન કીધું. ધ્યાન એ જ પ્રણિધાન છે. ધ્યાન તે ગૃહસ્થપણામાં પણ થઈ શકે છે. એક પ્રશ્ન હતે કેઃ ગૃહસ્થને ધ્યાન હોય કે નહિ? તે એને જવાબ છે કે-ગૃહસ્થને પણ ધ્યાન હાય.”
શ્રેણિક મહારાજાને શું ગુણઠાણું હતું. એમને વૈરાગ્યભાવ તે હૃદયમાં હેય જ. પણ એવાં સંગને લીધે એને ઉપયોગ ન કરી શક્યા. પણ એમને અરિહંત મહારાજાની ભક્તિ તે હતી જ, એવી ભક્તિ હતી કે આજે આપણે કહીએ છીએ કે “તું શ્રેણિકની પેઠે પ્રભુની પૂજા કરજે.”
એમને પ્રભુ પ્રત્યે એટલે બધે રાગ હતા, એમનું સમક્તિ એટલું નિર્મળ હતું કે –એ પૂજા કરવા બેસે ત્યારે પ્રભુનું ધ્યાન કરતાં. અને એથી પ્રભુ સાથે તન્મયતા આવી જતી. જેમ ઇલિકાઈયળ ભ્રમરીના ધ્યાનથી ભમરી બની જાય છે. એમ, શ્રેણિક મહારાજાને એવું અપૂર્વ ધ્યાન હતું કે–એ મહાવીર મહારાજા સાથે તમય બની ગયાં હતાં. હું ધ્યાતા છું, ને પ્રભુનું ધ્યાન ધરું છું, એ ભૂલી ગયા હતાં. “હું જ મહાવીર છું' એવાં અભેદ ધ્યાનમાં એ લીન બની ગયાં હતાં.
એ સમાપત્તિનું ધ્યાનનું ફળ એમને શું મળ્યું? તે પહેલાં તીર્થકર થયા. ભલે એમણે પહેલાં નરકનું આયુષ્ય બાંધ્યું હતું, એટલે ત્યાં જવું પડ્યું. પણ એકાગ્રતાને લઈને તીર્થકર નામકર્મ તે નિકાચિત કર્યું.