SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સાચી એક માય રે જિન અણગારની એ એકાગ્રતાના પ્રભાવે મહાવીર સ્વામી જેવાં જ થવાના. મહાવીરસ્વામીની સાત હાથની કાયા, તે એમની પણ સાત હાથની કાયા થવાની. મહાવીર સ્વામીને સિંહનું લાંછન હતું, તે એમને ય સિંહનું લંછન થશે. મહાવીરસ્વામીને કંચનવર્ણ હતું, તે એમને ય કંચનવર્ણ છે. મહાવીર સ્વામીનું ૭૨ વર્ષનું આયુષ્ય, તે એમનું ય ૭૨ વર્ષનું આયુષ્ય છે. આમ બધું ભગવાન જેવું જ થવાનું છે, એ તન્મયતાને લઈને જ. એટલે ગૃહસ્થને પણ ધ્યાન હોય છે. પણ એ માટે પહેલાં અભ્યાસ અને વૈરાગ્ય જોઈએ. એ કર્મગ છે. આ પ્રભુની મૂર્તિ છે, એમ આપણે બધાં કહીએ છીએ, પણ જ્ઞાની માણસ હોય એ તે એને “પ્રભુ” જ કહે. કહે પિતા ! હે માતા ! હે પ્રભો !” એમ જ કહે. એ કયારે કહેવાય? પ્રભુની સાથે એકાગ્રતા–ધ્યાન આવ્યું હોય તે જ કહેવાય. પ્રભુનું સ્વરૂપ કેવું છે? તે કહે છે કે – ‘वपुश्च पर्यशय लथं च, दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथै । र्जिनेन्द्र ! मुद्राऽपि तवान्यदास्ताम् ॥' હે પ્રભે! જેના હાથમાં હથિયાર નથી, ને આંખમાં વિકાર નથી, એવું તારું શરીર પર્યકશય-પદ્માસનમાં બિરાજેલું છે. નેત્ર પણ નાસિકા પર સ્થિર-અવિચળ છે. આમથી તેમ ફર્યા કરે એવાં ચંચળ નથી. અને અન્ય દેવામાં તે કાં તે નં. પ્ર. ૧૩
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy