SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નત્રિનાં પ્રવચને ศ ૧૮૨ કરે છે, તે જીવ−‘યોસૌ નવાનમાં જૈન, વેત્તિ મધ્યાયમે તિ:’ પરમાત્માના આગમનું ખરેખરૂ' રહસ્ય જાણતા નથી. અને એને હજી મિથ્યાત્વભાવ કીધા છે. માટે તુ નિશ્ચયની વાતા કરજે, પણ વ્યવહાર છેાડીશ નહિ. શુદ્ધ નિશ્ચયદ્રષ્ટિ પણ કયારે મળે છે? વ્યવહાર જો શુદ્ધ હાય તા— “શુદ્ધનયધ્યાન તેને સત્તા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હિંયડે રમે, મલિનવસ્ત્રે યથા રાગ કુંકુમ તણા, હીન વ્યવડાર ચિત્ત એહથી નહિ ગુણેા.” જેના હૃદયમાં શુદ્ધ વ્યવહાર નય રમી રહ્યો છે, અને જે શુદ્ધ ક્રિયાકાંડ, તપ-જપ, વ્રત-નિયમ નિર્દેષપણે કરી રહ્યો છે, એને શુદ્ધ નિશ્ચયનય પરિણમે છે. જેમ આ લૂગડુંઆ વસ્ર-કાળું મેશ થઇ ગયુ હાય, મેલું થઈ ગયુ. હાય, ને એને રંગ લગાડા, તા એ રંગાય ખરું? નહિ જ રંગાય. પણ એના મેલ ધેાઈ નાખેા, અને સાફ કરો, તે એ તરત રગાય. એમ મિલનતા દૂર થશે, ત્યારે જ નિશ્ચયનય મળશે. માટે જ્ઞાની ભગવતાએ કીધુ છે કે નિશ્ચયનયની વાતા ન કરીશ. પણ જ્યારે તારા પરિપાક થશે, ત્યારે એ આપે આપ તને મળી જશે. ‘ઉચિતક્રિયા નિજશક્તિ છંડી, જે અતિવેગે ચડતા, પણ ભવિિત પરિપાક થયા વિણુ, જગમાં દીસે પડતા, ધન્ય તે મુનિવરા હૈ, જે ચાલે સમભાવે....’
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy