________________
માન
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન ત્યારે આ જગતમાં આશ્ચર્ય શું છે? એ તે કહે.
તે આ જગતમાં ખરેખરું આશ્ચર્ય એ છે કે રૂપવાન હાય, યુવાન હાય, એવી જે કુલીન સ્ત્રી, એ આ જગતના મેહ ને જંજાળ છેડીને ત્યાગમાં–સર્વવિરતિભાવમાં આવી જાય, એ એક આશ્ચર્ય છે.
અને બીજું પણ એક આશ્ચર્ય છે. શું છે? તે જીવ ગમે તેવી નિર્ધન અવસ્થામાં આવી જાય, છતાં એને એમ ન થાય કે હું પાપ કરું, ખરાબ કામ કરું. પણ એને એમ જ થાય કે–જે સ્થિતિમાં કુદરત, કાળ ને કર્મ મૂકે, એમાં આનંદ માનવો જોઈએ. એનું જ નામ જીવન છે.
જિંદગી અને મરણ, લાઈફ (life) અને ડેથ, (Death) એટલે શું?
તે જે સ્થિતિમાં કુદરત મૂકે એમાં આનંદ માન, એનું નામ જિંદગી. કેઈ કહેઃ તારી બૈરી ભાગી ગઈ. તે “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગેપાળ, એવું એને થાય. તારી લક્ષ્મી ગઈ, તે કહે: ભલે ગઈ. તારો દીકરે ગયે, તે કહે ભલે ગયે. કેઈ કહે આ દુખ આવ્યું, તે કહે ભલે આવ્યું. આમ કર્મ જે સ્થિતિમાં મૂકે, એ સ્થિતિમાં આનંદ માને, પણ હાય ન કરે, એનું નામ જિંદગી
અને હાયય કરે કે-આ લક્ષ્મી મળી. આ છોકરે. મળે. આનું કેમ થશે? કેમ સચવાશે? જતાં રહેશે તે?