________________
શ્રી નદિત્રનાં પ્રવચના
એટલું જ નહિ, પણ તમે એને ફળ, ફૂલ, ને ઝાડથી ભરેલા પગીચામાં એકલા મૂકી દો. તે એ ત્યાં ગુલામનુ કે કોઇ પણ પ્રકારનું ફૂલ કે વનસ્પતિ નહિ તેાડે. એને અડશે પણ નહિ. એ નાના સાધુ જેવે! ત્યાગ ગમે તેવા સન્યાસીમાં પણ જોવા નહિ મળે. એ પ્રભુના ધર્મના જ પ્રભાવ છે.
૧૪૪
મને યાદ છે, અમારાં મહારાજજી કહેતાં હતાં. મહુ વર્ષોની વાત છે. ભાવનગરના એક વકીલ હતા. બહુ જ વિદ્વાન અને હુંશિયાર માણુસ હતા. એમનું નામ ભાનુશંકરભાઈ, એમને સન્યાસ લેવા હતા. સંસાર પરથી એમને વૈરાગ્ય-સાચા બૈરાગ્ય આવી ગયેલા, એટલે તેમને સંન્યાસ લેવાનુ મન થયેલુ. એમને મહારાજજી પ્રત્યે ઘણેા અનુરાગ હતા. મહારાજજી પાસે ઘણીવાર આવતાં જતાં, પણ સન્યાસ લેતાં પહેલાં નહિ આવેલાં.
એ એ માટે કાશી ગયા. ત્યાં જઈને કાની પાસે સન્યાસ લેવા ? એની પરીક્ષા તે। એ વિદ્વાન હતાં એટલે કરે ને ? એટલે કેણુ સારાં ચેગ્ય સંન્યાસી છે ? એની તપાસ એમણે કરી. પશુ એમને કોઇ ચેાગ્ય ન મળ્યુ. ક્યાં ય મન નથી માનતુ. પણ છેવટે એમને સન્યાસ તે લેવા જ હતા. વૈરાગ્ય તા સાચા હતા. ઘરે પાછા જવુ જ નહાતુ. એટલે એમણે પેાતાની જાતે સન્યાસ લઇ લીધેો. સન્યાસ લીધા તે ખરા, પણ એ ત્યાં કાશીમાં ક્યાં અને કઈ રીતે પાળવા ? એટલે એમણે વિચાર કર્યાં કે