________________
તત્વ–અતત્વનો નિર્ણય
૧૪૩ છે જ નહિ. તમે ખોટું બોલે છે. જેને ધર્મના મુનિઓ કોઈ દિ અસત્ય બોલે જ નહિ, એ મને નિશ્ચય છે.”
કેટલી એને ખાત્રી હશે? અને પરમાત્માના ધર્મની છાયા (પ્રભાવ) કેટલી હશે? આ શય્યભવભટ્ટ જૈન ધર્મને કટ્ટર વિરોધી બ્રાહ્મણ હતો, મિથ્યાત્વી હતું, છતાં એને જૈન મુનિઓ માટે કે નિશ્ચય હતું?
જે ત્યાગ પ્રભુના ધર્મમાં છે, એવો કયાંય નથી. એ પ્રભાવ પ્રભુના ત્યાગધર્મને છે. અમારે એક નાનામાં નાને સાધુ હશે કે સાધ્વી હશે, પણ એ પંચ મહાવ્રતધારી અને ત્યાગી ગણાશે. અને ગમે તે મહંત હય, કે ગાદીપતિ હય, તે ય એ ત્યાગી નહિ કહેવાય. એને કાંઈક ને કાંઈક વ્યસન હશે જ. કાં તે એ મઘાદિથી ટેવાયેલે હશે, ને કાં તે બીજું કાંઈ વ્યસન હશે. આપણામાં કઈ છઠ્ઠ (બે ઉપવાસ) કરે, અઠ્ઠાઈ કરે, પંદર દિવસના ને મહિનાના ઉપવાસ પણ કરે. પણ એવી મહાન તપશ્ચર્યાત્યાગવૃત્તિ-બીજા કેઈ ધર્મમાં જોવા નહિ મળે.
એક નાનામાં નાનો મુનિ કે સાધ્વી ભરઉનાળામાં રસ્તે ચાલતાં હશે, ત્યાં એને ગમે એવી તરસ લાગી હશે, ને રસ્તામાં નદી કે તળાવ આવશે, તે પણ એ એમ નહિ કહે કે “આ પાણી મારે પીવું છે. એ સમજે છે, એના મનમાં નિર્ણય છે કે મેં પ્રભુનો ત્યાગધર્મ સ્વીકાર્યો છે. મારે આ પાણી ન જ કંપે. - - - -