________________
૧૧૬
શ્રી નંતિસૂત્રનાં પ્રવચન આ લક્ષમી–જે અસત્ છે, બાહ્ય છે, અનિત્ય છે, અને એક ભવમાં પણ અનેક નાટક કરાવનારી છે, એ-જે તારાથી નહિ છૂટે, તે આ શરીર તે છેક માતાના ગર્ભમાંથી સાથે લાવ્યું છે, એ કઈ રીતે છૂટશે ? વસ્તુને-માયાને મેહ નહિ છૂટે તે, એ બિચારે ગરીબડે—પછી એ લક્ષાધિપતિ હોય કે કોઠાધિપતિ હોય–દુષ્કર એવું આ ચારિત્ર કઈ રીતે પાળી શકે ?
આ માયા કેવી છે? એક ભવમાંય અનેક નાટકે કરાવે. અને એ જે સ્વમમાં આવી હોય તે ઝાડા ને પિશાબ કરાવે એવી છે.
એક વાણિ હતે. સામે વાણિયા છે, એટલે એને દાખલે આપીએ. એ વાણિયાને એકવાર ઉંઘમાં સ્વાના આવ્યું. શું આવ્યું તે સ્વપ્નમાં એ જંગલ ગયે છે. ત્યાં ઝાડે જવા બેઠે છે. હવે એને નવરાં બેઠાં બેઠાં જમીન ખેતરવાની ટેવ. એટલે એણે તે ત્યાં બેઠાં બેઠાં પા કલાકમાં ઘણી જમીન ખેતરી નાખી. એ ખેતરતાં ખેતરતાં એને. કાંઈક અથડાયું. એને લાગ્યું કે આમાં કાંઈ કઠણ વસ્તુ છે. એટલે એને રસ પડે. વધારે છે, તે એક ઢાંકણું હાથમાં આવ્યું. એણે ખેંચીને ઉઘાડ્યું, તે સેનું જોયું.
અણધાર્યું તેનું મળે તે શી દશા થાય? એ ડાહ્યો હોય તે ય ગાંડે જ થઈ જાય ને? અહી આને ચિંતા થઈ કે હવે અને રાખું કયાં? કઈ જોઈ જશે તે ઉપાડી જશે. રાજમાં ખબર પડશે તે લઈ જશે. ને એર-લુંટારાને ખબર પડશે તે એ ય ઉપાડી જશે. માટે આને સંતાડવું કયાં?