________________
મા-શ્રાવક
૧૧૭ એ ચિંતામાં ને ચિંતામાં એ ઊભા થઈને આમતેમ આંટા મારતું હતું. એ વખતે ત્યાં થઈને એક મેટી બાવાની જમાત નીકળી. એ જમાતના આગેવાન-નાયક બહુ હુંશિયાર હતા, એમણે આ વાણિયાને જે. એમને લાગ્યું કે આને ચિત્તભ્રમ થયે હોય એની જેમ આમથી તેમ કેમ ફરે છે? લાવ, પૂછવું તે દે. એમણે તે પૂછયું : “કર્યો બનિયા! કયા કરતા હૈ ?”
વાણિયાને થયું કે આ બાવાજી નું જોઈ જશે તે વળી એમાંથી ભાગ પડાવશે. આને અહીંથી કાઢવા દે. એ તરત પેલાં ચરુ ઉપર બેસી ગયે. પછી એણે કહ્યું: કુછ નહિ હૈ બાવાજી ! આપકા યહ રસ્તા બરાબર છે. આપ ચલે જાવ.
બાવાજીને શંકા પડી કે કાંઈક થયું છે. નક્કી અહીં કાંઈક છે. એટલે એ તે પેલે બેઠે છે, ત્યાં આવે છે. ને પૂછે છે: “ક્યા હૈ? યહાં કુછ હૈ? બેલે તે સહી.”
પણ પિલે વાણિયો શેને બેલે? એ તે સેના ઉપરથી ચસકતે જ નથી. બરાબર બેસી ગયા છે. આથી બાવાજીને વધુ શંકા થઈ એ તે સાવ નજીક આવ્યાં, ને પેલાંને ઉપાડીને એક બાજુ ખસેડો. તે સેનાને ચરુ દેખા.
એ તે નાગાબાવા હતા. એને આની કોઈ જરૂર ન હોતી. તે પણ એણે વાણિયાને કીધું “એ બનિયા ! ઈસમેસે એક દે ધાબા હમ ભી દે દે. હમ ભી તમારા નામ કાલી રાટી ઔર ધેલી દાલ ખાયેગે. તુમકે મહાન પુણ્યકે ચેગસે ઇતના સેના મિલા હૈ, તે હમકે ભી થાય કે દો.”