________________
*
इह सर्वेणैव संसारमध्यमध्यासीनेन जन्तुना'. ॥
શાસ્ત્રકાર મલયગિરિજી મહારાજાએ આ નંદિસૂત્ર ઉપર વ્યાખ્યાન કરતાં, પ્રથમ ભગવાન મહારાજાને નમસ્કાર કર્યા. પછી પરમાત્માના વચનની સ્તુતિ કરી. હવે તેઓ આ ગ્રંથની પ્રસ્તાવના કરતાં કહે છે કે “આ નંદિસૂત્ર દેવવાચક ગણિએ શા માટે અને શા ઉદ્દેશથી બનાવ્યું ?
આના જવાબમાં પહેલાં આ સંસારનું દુઃખમય સ્વરૂપ બતાવ્યું. આ સંસાર દરિચે છે. દરિયામાં રહેલ દરેક જીવે શરીરના અને મનના-ચારે ગતિના- દુઃખથી પીડિત છે. એને ઘણું દુઃખ થાય, ત્યારે એને “નિર્વેત: જવને નિર્વેદ થાય કે જ્યારે હું આમાંથી છૂટે થાઉં? આમ આ દુઃખથી છૂટાં થવાની એને ભાવના થાય છે.
એમાંથી કઈ રીતે છૂટવું? છૂટવાને ઉપાય કર્યો ? તે ગ્રંથકાર કહે છે કે પોતાને ને પારકાને ઉપકાર કરે જોઈએ. પારકાને ઉપકાર ક્યારે થાય ? તે હૃદયની મહાન ઉદારતા એ માટે જોઈએ. આ પરોપકારમાં આત્માએ ઉદ્યમવંત રહેવું જોઈએ. આ ગ્રંથ પણ એ માટે જ બનાવ્યું છે. પરેપકાર એ જ દુઃખથી છૂટવાને મુખ્ય માર્ગ છે. ૧. નંદિસત્ર-મલ્ય. ટીકાની આ પંક્તિઓ છે. જુઓ ૫ ૩૩