________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૫૩ લાકને શિલાતળ ઉપર વસ્ત્રની જેમ અફળાવે છે, કેટલાકને લેહપાત્રની જેમ મુદ્ગર વડે કૂટે છે, કેટલાકના ટૂકડે ટૂકડા કરે છે. આ પ્રમાણે તે નરકના જ કરુણસ્વરે આનંદ કરતાં ફરીથી મળી ગયાં છે અંગ જેના એવા તે જીવોને ફરી ફરી તે જ દુઃખને અનુભવ કરાવે છે. તરસ્યા થયેલા તેઓને તપાવેલું સીસું પીવડાવે છે, છાયાની ઇચ્છાવાળા તેઓને અસિપત્ર વૃક્ષની નીચે બેસાડે છે. આ પ્રમાણે નરકમાં નારકીના જીવોને પૂર્વે કરેલા કર્મને યાદ કરાવતા એક મુહૂર્તમાત્ર પણ વેદના વિના રહેવા દેતા નથી. હે વત્સ ! નરકમાં રહેલા જીવને જે દુઃખ છે, તે સાંભળતાં પણ બીજા જીવને દુઃખ માટે થાય છે. - તિર્યંચગતિમાં પણ જળચર, સ્થલચર અને ખેચરછે પિતાના કર્મથી ઉત્પન્ન થયેલ દુઃખને અનુભવતા પ્રત્યક્ષ જેવાય છે, ત્યાં જળચર જી મત્સ્યગલાગલ ન્યાયે પરસ્પર–એક બીજાને ખાતાં માછીમાર વડે ગ્રહણ કરાય છે, બગલા વગેરે પક્ષીઓ વડે ગળી જવાય છે, આ પ્રમાણે કેટલાક ખીલે બંધાય છે, કેટલાક ભૂંજાય છે, ખાવાની ઈચ્છાવાળા વડે કેટલાક રંધાય છે. આ પ્રમાણે સ્થળચર એવા મૃગ આદિ પ્રાણીઓ માંસાહારી સિંહ વાઘ આદિ કૂર પ્રાણીઓ વડે ખવાય છે. શિકારમાં આસક્ત માંસાથીઓ વડે જાળવડે, અપરાધ વિના પણ તેઓ મરાય છે. સુધા, તૃષા, શીત, ઉષ્ણ-આદિ તથા અતિભાર આરોપણ આદિ વડે તેમજ ચાબૂક, અંકુશ