________________
૫૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અને પણ આદિ વડે તે છ અત્યંત વેદના સહન કરે છે.
તેતર, પોપટ, પારેવા (કબૂતર), ચકલાં આદિ પક્ષીઓ બાજ, સીંચાણું અને ગીધ વગેરે માંસમાં લુબ્ધ એવા તેઓ વડે ગ્રહણ કરાય છે, માંસમાં આસક્ત એવા શાકુનિકે (= પક્ષીને પકડનાર) વડે જુદા જુદા ઉપાયના પ્રપંચવડે જુદા જુદા પ્રકારની વિડંબના વડે હણાય છે, આ પ્રમાણે તિયાને જળ આદિ, શસા આદિથી ઉત્પન્ન થયેલે ભય ચારે તરફથી પિત–પોતાના કર્મબંધના કારણભૂત થાય છે.
મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ કેટલાક મનુષ્ય જન્મથી આંધળા, બહેરા, પાંગળા, અને કેઢ રેગવાળા થાય છે. ચેરી, પરદારાગમન, વધ અને બંધમાં આસક્ત, કેટલાક મનુષ્ય નારકની માફક નવ–નવા નિગ્રહ વડે કરાય છે, કેટલાક મનુષ્ય નિરંતર વિવિધ વ્યાધિ વડે પીડા પામતા, પારકાના મુખને જોતા, પુત્રવડે પણ ઉપેક્ષા કરાય છે, મૂલ્યથી ખરીદાયેલા ખચ્ચરની માફક કેટલાક તાડન કરાય છે. બીજા કેટલાક અતિભારને વહન. કરાવાય છે, અને પિપાસા આદિ દુઃખેને અનુભવ કરાવાય છે.
પરસ્પરના પરાભવથી કલેશ પામેલા, સ્વામી-સેવક ભાવથી બંધાયેલા એવા દેને પણ નિરંતર દુઃખ જ છે. સ્વભાવથી અતિ ભયંકર અસાર સંસાર સમુદ્રમાં જળ જતુની માફક દુઃખોની કઈ અવધિ નથી.