________________
શ્રી ઋષભનાથ ચરિત્ર પુત્ર હતો, તે રાજા બુદ્ધને ભક્ત હતો, મહારંભ અને પરિગ્રહમાં હંમેશાં આસક્ત હતો, જે યમરાજાની જેમ હંમેશાં જીવહિંસા આદિ નિંદનીય અનાર્ય કાર્યોમાં નિર્દય થશે. પાંચ ઈદ્રિયોના વિષય સુખને એકાંતે ભેગવતા, ધર્મવિમુખ એવા તેને અંતિમ સમયે નજીક આવેલી નરકના દુઃખની વાનકી સરખે સાત ધાતુને પ્રકોપ થશે. જેથી તેને સુકુમાળ શય્યા પણ કંટકશધ્યાની જેમ દુઃખદાયક થતી હતી, સ્વાદિષ્ટ સુરસ અનાદિક પણ લીંબડાના રસની જેમ વિરસ થતા હતા. ચંદન, અગરુ, કપૂર, કસ્તુરી આદિ સુગંધી પદાર્થો પણ દુધ સરખા થતા હતા. ભાર્યા, પુત્ર, મિત્ર આદિ પરિવારના લેકે શત્રુની જેમ ચક્ષુને ઉગ કરનારા થયા. અથવા તો પુણ્યને ક્ષય થાય ત્યારે સર્વ વિપરીત પણું થાય છે.
તે વખતે કુરુમતી અને હરિચંદ્ર તે રાજાને એકાંતમાં આનંદ આપનાર અશુભ પદાર્થોના ઉપચાર કરવાપૂર્વક પ્રતિજાગરણ કરતા હતા. કાસ-શ્વાસ–શૂલ-જવર આદિ વ્યાધિઓથી પીડાયેલ દરેક અંગે અંગારાઓ વડે ચુંબન કરાતો હોય તેમ દાહથી વ્યાકુલ થયેલ રૌદ્રધ્યાનમાં તત્પર એવો તે રાજા મરણ પામ્યો.
તે પછી તેને પુત્ર હરિચંદ્ર તેની મરણક્રિયા કરીને સદાચારના માર્ગમાં આ સક્ત ન્યાયપૂર્વક રાજ્ય પાળવા લાગ્યો. તે રાજા આ લોકમાં પણ પાપના ફળરૂપ પોતાના પિતાનું અત્યંત દુઃખના કારણરૂપ મરણ જોઈને ગ્રહમાં