________________
- શ્રી ઋષભનાથ ચરિત્ર સૂર્યની જેમ ચાર પુરુષાર્થોમાં ધર્મની જ પ્રશંસા કરતો હતે..
' એક વખત તેણે પિતાના બાળમિત્ર શ્રાવક સુબુદ્ધિ નામના મંત્રીશ્વરને કહ્યું કે– “તમારે હંમેશાં ધર્મશાસ્ત્રનાં વિદ્વાન પાસેથી ધર્મ સાંભળીને મને કહે.” આ પ્રમાણે સાંભળીને સુબુદ્ધિ મંત્રી હંમેશાં પોતાની બુદ્ધિ પ્રમાણે રાજાની આગળ જિનેશ્વરે કહેલ ધર્મ કહેવા માટે તત્પર થશે, કારણકે અનુકૂળમાં પ્રવૃત્તિ કરવી તે સજજનેને ઉત્સાહનું કારણ થાય. આ પ્રમાણે સુબુદ્ધિએ કહેલા ધર્મને સાંભળતો, રોગથી ભય પામેલો જેમ ઔષધની શ્રદ્ધા કરે તેમ પાપથી ભય પામેલે તે, તે ધર્મની શ્રદ્ધા કરતો હતો. . એક વખત નગરની બહાર ઉદ્યાનમાં શીલંધરમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી, તેને મહત્સવ કરવા દે આવ્યા. સુબુદ્ધિમંત્રીએ એ વૃત્તાંત કહેવાથી શ્રદ્ધાથી તરંગિત મનવાળે તે રાજા અશ્વ ઉપર ચઢી તે મુનીશ્વર પાસે આવ્યા. તે મુનિને પ્રણામ કરી રાજા બેઠે. પછી તે કેવળજ્ઞાની મહામુનિએ અજ્ઞાનરૂપ અંધકારને હરણ કરનારી ધર્મદેશના કરી. દેશનાને અંતે તે રાજાએ બે હાથ જેડી તે મુનિવરને પૂછ્યું કે–હે ભગવંત ! મારા પિતા મરીને કઈ ગતિ પામ્યા? હવે તે કેવલી ભગવંતે કહ્યું કે- હે મહારાજ ! તારા પિતા તીવ્ર પાપના ઉદયે અંતે ઘણું દુઃખ અનુભવીને સાતમી નરકપૃથ્વીમાં ગયા, તેવા