________________
૩૮
ગ્રી અભષનાથ ચરિત્ર
છે કે, અવશ્ય કરવા લાયક ધર્મના ફળમાં અન્યથા શંકા ન કરે. હે રાજન ! એક વખત બાળપણમાં આપણે નંદનવનમાં ગયા હતા. તે વખતે ત્યાં અત્યંત સુંદર રૂપને ધારણ કરનાર એક દેવને જોયા. કૃપાશીલ તે દેવે તે વખતે એમ કહ્યું હતું કે- હે રાજન ! હું તારો અતિબળ નામે પિતામહ છું. સંસારના ભયથી વિરક્ત થયેલા મનવાળા મેં તૃણની જેમ રાજ્યલક્ષ્મીને ત્યાગ કરીને દીક્ષા લીધી. અતિનિર્મળ ચારિત્રની આરાધનાવડે અંતે અનશન ગ્રહણ કરીને લાંતક દેવલેકમાં તેને અધિપતિ થયો છું. “તારે પણ ધર્મકાર્યમાં પ્રમાદ ન કરે ? એમ કહીને પ્રકાશિત કર્યું છે આકાશને જેણે એવો તે વિજળીની માફક અદશ્ય થશે, તેથી પ્રત્યક્ષ પ્રમાણ હોય ત્યાં બીજે પ્રમાણની કલ્પના શા માટે કરવી? આથી હે મહારાજ! પિતામહના વચનને યાદ કરી “પરલેક છે” એમ માન્ય કર.
રાજા પણ કહે છે કે- હે મંત્રીશ્વર? જે તે પિતામહનું વચન યાદ કરાવ્યું, તે સારું કર્યું. હવે હું ધર્મ અને અધર્મના કારણભૂત પરલકને માનું છું- હવે અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને દૂર કરવામાં સૂર્ય સમાન તે મંત્રીશ્વર સમય મેળવીને આનંદપૂર્વક કહેવા લાગ્યા.
હે નરેશ્વર ! પહેલા તારા વંશમાં કુચંદ્ર નામે રાજા થયા તેને કુરુમતી નામે સ્ત્રી અને હરિશ્ચન્દ્ર નામે