________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
जीअ जलबिंदसमं, संपत्तीओ तरंगलोलाओ । सुमिणयसमं च पिम्मं, ज जाणसु तं करिज्जासु ॥१३॥
“આ પ્રમાણે રૂપ અશાશ્વત છે, જગતમાં જીવિત વીજળી સમાન ચપળ છે, સંધ્યાના રંગ સમાન યૌવન ક્ષણવાર રમણીય છે. ૧૨
“જીવિત એ જળમિઠ્ઠુ સમાન છે, સ`પત્તિઓ તર’ગ સરખી ચપળ છે, પ્રેમ એ સ્વપ્ન સમાન છે, આથી જે જાણેા, તે કરા.” ૧૩
શરીરની અંદર રહેલે। આત્મા કામ-ક્રોધ આફ્રિ તાપા વડે તપે છે, પરિણામે કટુ ફળ આપનારા વિષચેામાં સુખ માનનાર અશુચિમાં રહેલા કીડાની માફક આશ્ચ છે કે જરાપણ વિરાગ પામતો નથી. કામભાગમાં આસક્ત ચિત્તવાળા જેમ આંધળા કૂવાને ન જુએ તેમ પગની આગળ રહેલા મૃત્યુને જોતો નથી. વિષ સરખા વિષચેામાં આસક્ત એવા આત્મા પોતાના હિત માટે ધમ આદિ ચાર પુરુષાર્થમાં પ્રવર્તતો નથી. અનાદિકાળના અભ્યાસથી પાપસ્વરૂપ અર્થકામમાં પ્રવર્તે છે, પણ ધમ અને મેક્ષમાં પ્રવૃત્તિ કરતો નથી. અપાર સ’સારસમુદ્રમાં મહારત્નની જેમ પ્રાણીઓને મનુષ્યપણું અતિદુર્લભ છે, તે મળ્યા છતાં પણ પુણ્યના ચેાગથી જિનેશ્વર દેવ, સુસાધુ ગુરુ અને જિનેશ્વરે કહેલા ધર્મ પ્રાપ્ત થાય છે. તેથી એ મળ્યે છતે પ્રમાદ ન કરવા જોઈએ. કહ્યુ છે કે—