________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સંપૂર્ણ, લકેના નેત્રને આનંદ કરનારે મહાભાગ્યશાળી થશે. સમયને જાણનાર એ તે ચોગ્ય સમયે માતપિતાના આદેશથી સાક્ષાત્ વિનયલમી જેવી વિનયવતી નામની કન્યાને પર. હવે તે સ્ત્રી જનને વશીકરણરૂપ, રતિના કીડાવનરૂપ યૌવનને પામ્યું. એક વખત નિર્મળ બુદ્ધિવાળો, મહાશક્તિવંત, તત્ત્વને જાણનાર વિદ્યાધરપતિ શતબળ આ પ્રમાણે વિચારે છે– उत्तमा अप्पचिंता सा, कामचिंता उ मज्झिमा। अहमा अत्थचिंता सा, परचिंताऽहमाहमा ॥११॥
“આત્માની વિચારણા કરવી તે ઉત્તમ છે, કામસંબંધી ચિંતા કરવી તે મધ્યમ છે, અને અર્થ સંબંધી ચિંતા કરવી એ અધમ છે, અને પારકાની ચિંતા કરવી તે અધમાધમ છે.” ૧૧
શતબળને વૈરાગ્ય બાર દ્વારેથી મલ ઝરનાર કાયાને નિર્મળ આહારવસ્ત્ર–આભૂષણ વડે વારંવાર સત્કાર કર્યા છતાં પણ ખલપુરુષની માફક વિકિયાને પામે છે, કાંઈ પણ ગુણ કરતી નથી. શરીરમાંથી બહાર નીકળેલા મળ-મૂત્ર-શ્લેષ્મ વડે જે દુર્ગછા થાય છે, તો દેહમાં રહેલા તે પદાર્થોથી કેમ થતી નથી ? આ દેહમાં અત્યંત ભય કરનારા સપની જેમ અકાળે રોગો ઉત્પન્ન થાય છે. रूवमसासयमेवं, विज्जुल्लयाचंचलंच जए जी। संझाणुरागसरिसं, खणरमणिज्जं च तारुण्ण ॥१२॥