________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
पाविअ दुल्लहलभ, विज्जुलयाचंचलं च मणुअत्तं । धम्मम्मि जो विसीयइ, सो काउरिसो न सप्पुरिसा ॥१४॥
દુર્લભ અને વિજળી જેવા ચંચળ મનુષ્યપણને પામીને ધર્મ કરવામાં જે પ્રમાદ કરે છે, તે કાયર પુરુષ છે, પુરુષ નથી.” ૧૪
તેથી “આ મહાબળકુમાર ઉપર રાજયનો ભાર આરોપણ કરીને પિતાનું ઈચ્છિત કરું ? એમ વિચારીને રાજ્યગ્રહણ માટે વિનયસંપન્ન મહાબળકુમારને બેલાવીને રાજ્ય લેવા માટે સમજાવ્યો. તેની ઈચ્છા નહિ હેવા છતાં પિતાની આજ્ઞાથી રાજ્યભાર ગ્રહણ કરવા કબૂલ કર્યું. મહાબળને રાજ્યાભિષેક અને શતબળની દીક્ષા
તે પછી તે શતબળ રાજાએ સિંહાસન ઉપર. મહાબળને બેસાડીને પિતાના હસ્તે તિલકમંગળ કર્યું. તેથી તે કુંદપુષ્પ સમાન કાંતિવાળા ચંદનના તિલકવડે ચંદ્ર વડે ઉદયગિરિ શેભે તેમ શોભવા લાગ્યો. તેના અભિષેક સમયે ચંદ્રને ઉદય થવાથી સમુદ્ર જેમ ગર્જના. કરે તેમ સર્વદિશાઓના ગર્જના કરાવતી મંગળકારી દુંદુભિ વાગવા લાગી. ચારે તરફથી મંત્રિ–સામંત વગેરે શ્રેષ્ઠ પુરુષએ આવીને બીજા શતબળ રાજાની જેમ તે મહાબળરાજાને વિનયપૂર્વક પ્રણામ કર્યા.
આ પ્રમાણે શતબળ રાજા પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને, તે પછી દીનઅનાથ વગેરે લોકોને દાન