________________ પૂજ્ય ગુરુદેવની અંતરછા ધર્મરાજા પૂજય ગુરુદેવ શ્રીમાનુનો જીવનભરને પરિશ્રમ અને આનંદ, સ્વાધ્યાય, અધ્યયન, અધ્યાપનનો હતોમુખ્ય પ્રવૃત્તિ આગમિક અનુપ્રેક્ષા સાથે પ્રાકૃતભાષા અંગેનું ઊંડુ ચિંતન તેમજ તે અંગે લેખન, સંપાદન-પ્રકાશન અંગેની હતી. અને તેથી તેઓ પૂજયશ્રીએ યથાસમયે પ્રદર્શિત કરેલ અંતરેચ્છા પ્રમાણે નીચેની ત્રણ યોજનાનો સંકલ્પ કર્યો છે. 1. પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના અધ્યયન-અધ્યાપન અંગે અભ્યાસવર્ગ-પાઠશાળા સ્થાપવી. - 2. પ્રાચીન-અર્વાચીન-પ્રાકૃત અને તેને અનુલક્ષીને જે કોઇ અપ્રગટ સાહિત્ય હોય કે પુનઃ મુદ્રણ કરવા યોગ્ય હોય તે સાહિત્યનું પ્રકાશન કરવું. 3. પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબર મેળવનારને યથાયોગ્ય પુરસ્કાર આપવો. આમ પ્રાકૃત ભાષાના રક્ષણ-વૃદ્ધિ તેમ પૂર્વ પુરુષની કૃતિઓને પ્રકાશિત કરી પરંપરાએ શ્રુત ભકિતનો લાભ મેળવવાની અપેક્ષાએ ઉપરોકત ત્રણ યોજનાનો સંકલ્પ કર્યો છે. પણ તે સંક૯૫ની સફલતા આપણા જૈન શ્રી સંઘો કે શ્રુતજ્ઞાન ભકતો કે ગુરુભકતો આર્થિક સારી સહાય કરે તે ઉપર આધારિત છે. એજ જૈનાચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિ સ્મારક સમિતિ