________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩ રિષ્ણરત્નમય છે. હઠ પરવાળામય છે, દાંત સફટિકમય છે, શીર્ષઘટી (= મસ્તકની હાડકી) વજમય, નાસિકા અત્યંતર લોહિતાક્ષમણિથી શેભતી સુવર્ણથી બનેલી છે, દષ્ટિએ લેહિતાક્ષનાં પ્રતિકવાળા છેડાને ભાગવાળી એકરત્નની બનાવેલી છે, આ પ્રમાણે અનેક મણિમય તે પ્રતિમાઓ શેભે છે.
તે દરેક પ્રતિમાઓના પાછળના ભાગમાં એક એક રત્નથી બનાવેલી, યથાયોગ્ય માપ વડે શેભતી, છત્રને ધારણ કરનારી પ્રતિમા, મોતી અને પરવાળાની જાળીથી યુક્ત, કરંટ પુષ્પની માળાવાળા, સ્ફટિક મણિમય દંડવાળા શ્વેત છત્રને ધારણ કરતી ઊભી રહે છે. •
તે દરેક પ્રતિમાની બંને પડખે ઊંચા કર્યા છે મણિમય ચામર જેણે એવી રત્નમય બે બે ચામર ધારણ કરનારી પ્રતિમાઓ છે. તે દરેક ભગવંતની પ્રતિમાની આગળ નાગ, યક્ષ, ભૂત અને કુંડધારકની બે બે પ્રતિમાઓ છે. તે સવગે ઉજજવલ રત્નમય બે હાથ જોડી પ્રત્યક્ષ બેઠેલા નાગ આદિ દેવની જેમ શોભે છે.
દેવજીંદામાં નિર્મળ ચોવીશ રત્નઘંટાઓ, સંક્ષેપ પામેલા સૂર્યના બિંબ સરખા માણિજ્યના દર્પણે, સોનાની બનાવેલી સ્થાને રહેલી દીપિકાઓ, તેમજ રત્ન કડક, નદીના આર્વતની જેમ ગેળ મનહર પુષ્પની. છાબડીઓ, પીંછીની થાળીઓ, આભૂષણના કરંડિયા, સેનાના બનાવેલા ધૂપધાણાં, આરતી, રત્નના થાળ,