________________
૪૯૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
સુવર્ણપાત્ર, રત્નચંદનના કળશે, રત્નના સિંહાસન, રત્નમય અષ્ટમંગલ, સુવર્ણમય તેલના દાભડા, સુવર્ણમય ધૂપનાં પાત્રો, સુવર્ણમય ઉ૫લ હસ્તક: આ શ્રીમાન ચોવીશ અહંતુ તીર્થકરોની આગળ છે.
આ પ્રમાણે વિવિધ રત્નમય, ત્રણેય લેકમાં અતિસુંદર, સાક્ષાત્ ધર્મની જેવા ચંદ્રકાંત મણિમય કિલ્લા વડે શોભિત તે ચૈત્ય ભરતરાજાની આજ્ઞા તુલ્ય સમયમાં જ કલાના જાણકાર તે વધકિરત્ન વિધિપૂર્વક બનાવે છે.
તે ચૈત્ય વળી આવા પ્રકારનું છે. ઈહામૃગ (=વરુ) - વૃષભ, મગર, અશ્વ, મનુષ્ય, કિન્નર, પક્ષી, વાલક, રુરુ, શરભ (અષ્ટાપદ), ચમર, ગજ આદિ વિવિધ ચિત્રકમ વડે ઉપરોભિત, ઘણા વૃક્ષવાળા ઉદ્યાનની જેમ વનલતા, પદ્મલતા આદિ વડે વિચિત્ર અભુત રચનાવાળું; રત્નમય સ્તંભે વડે યુક્ત, આકાશ ગંગાના તરંગની જેવી પતાકાઓ વડે મનોરમ, ઊંચા સુવર્ણમય વજદંડ વડે દાંતવાળું હોય એવું, નિરંતર વિસ્તાર પામતા ધ્વજામાં રહેલી ઘુઘરીઓના શબ્દ વડે ખેચરની સ્ત્રીઓના સમૂહના કંદરાને શબ્દને વિડંબના કરતું હોય એવું, ઉપર વિશાળ કાંતિથી શોભતા પદ્મરાગમણિના કુંભ વડે માણિક્ય વડે વીંટીની જેમ શેભતું, કિરણે વડે કેઈક ઠેકાણે પલ્લવિત થયું હોય એવું, કઈક ઠેકાણે જાણે બખ્તર ધારણ કર્યું હોય એવું, કેઈક ઠેકાણે જાણે રોમાંચિત હિય એવું, કોઈક ઠેકાણે વિલેપન કર્યું હોય એવુંકોઈક