________________
૪૯૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભાગોને વિષે નિર્મળ વજમાળાઓ, સખીઓની જેમ પ્રભારૂપી ભુજાઓ વડે પરસ્પર આલિંગન કરતી હોય એમ શેભે છે.
ચિત્યની ભી તેને વિષે વિચિત્ર મણિમય ગવાક્ષે પિતાની પ્રભાના સમૂહ વડે પડદારૂપે થયા હોય એવા શોભે છે, તેઓને વિષે બળતા અગરુના ધૂમાડાના સમૂહો તે પર્વતની નવી ઉત્પન્ન થયેલી ચૂલિકાના ભ્રમને આપનારા શોભે છે.
તે દેવજીંદા ઉપર પિત–પિતાના સંસ્થાન-માપઅને વણવાળી શૈલેશી ધ્યાનમાં વર્તતા પ્રત્યક્ષ સ્વામી હેય એવી ઋષભ જિનેન્દ્ર વગેરે અરિહંતની નિર્મળ ચોવીશ રત્ન પ્રતિમાઓ બનાવીને સ્થાપે છે.
તેમાં સોળ પ્રતિમાઓ સુવર્ણની બનાવેલી છે. બે શ્યામ રત્નમય છે, બે સ્ફટિકની બનાવેલી છે, બે બૈર્ય રત્નની બનાવેલી છે, બે શેણુપાષાણ (લાલ વર્ણના મણિ)થી બનાવેલી છે. આ પ્રમાણે ચોવીશ જિનની પ્રતિમાઓ ત્યાં છે.
તે સર્વ અરિહંતની પ્રતિમાઓના અંકરન્નમય લેહિતાક્ષમણિમય પ્રતિસેક (નખના નીચેના ભાગ) વાળા નખે છે. નાભિ, કેશના અંતની ભૂમિ, જીભ, તાલુ, શ્રીવત્સ, સૂચક (= સ્તનને અગ્રભાગ) અને હાથ પગના તળિયા રક્તસુવર્ણથી બનાવેલા છે; પાંપણ, નેત્રની કીકી, દાઢી-મૂછના વાળ, ભૃકુટીના વાળ, અને કેશ