________________
-શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૮૫
આ બન્નેયને માટે આ ચોગ્ય નથી. જેમણે એક વખત પણ સ્વામીની ધર્મદેશના સાંભળી હોય, તે કયારેય શેક અને હર્ષ વડે જતા નથી, તે ફરી ફરી અનેકવાર દેશના સાંભળનારા તમે કેમ શેક વડે પરાભવ પામે ? - હે રાજન ! મહાસમુદ્રને ક્ષોભ, મેરુપર્વતને કંપ, -પૃથ્વીનું પરાવર્તન, વજની કુંઠતા, અમૃતનું વિરપણું, -ચંદ્રની ઉષ્ણતા ક્યારેય ન થાય, તેવી રીતે તમારે આ
ખેદ ન સંભવે એવે છે. હે રાજન ! તમે ધીર થાઓ, પિતાને ઓળખે, કારણકે ત્રણ જગતમાં એક ધીર એવા -તે પ્રભુના ખરેખર તમે પુત્ર છે.
આ પ્રમાણે ગેત્રના વૃદ્ધ પુરુષની જેમ ઈંદ્ર વડે બંધ કરાયેલ ભરતરાજા જળ જેમ શીતળપણું પામે તેમ સ્વાભાવિક ધીરતાને ધારણ કરે છે.
ઋષભજિનને નિર્વાણ મહત્સવ, હવે સૌધર્મેન્દ્ર સ્વામીશરીરનો સંસ્કાર કરવાની * સામગ્રી લાવવા માટે જલદી આભિગિક દેવોને આદેશ કરે છે. તે પછી દે ઇંદ્રના આદેશથી નંદનવનમાંથી ક્ષણવારમાં ગશીર્ષચંદનનાં કાઠે લાવે છે, ફરીથી તે દેવે ઇંદ્રના આદેશથી પૂર્વ દિશામાં પ્રભુના દેહના નિમિત્ત ગોશીષચંદન વડે ગેળ ચિતા રચે છે, તેમજ ઈક્વાકુ-કુળમાં ઉત્પન્ન થયેલા મહર્ષિઓને માટે દક્ષિણ દિશામાં ત્રણ ખૂણાવાળી . ચિતા કરે છે, વળી તે દેવે બીજા સાધુઓ માટે પશ્ચિમ દિશામાં ચાર ખૂણાવાળી ચિતા કરે છે.