________________
४८४
શ્રી ઋષભનાથ સ્ત્રિ
શ્રેયાંસ વગેરે પૌત્રે, આ સર્વ સમસ્ત કર્મશત્રુને હણીને લેકના અગ્રભાગે-મોક્ષમાં ગયા. હું તે જીવિતને વહાલું કરીને હજુ પણ જીવું છું.
તે વખતે શોક વડે જીવિતથી નિર્વેદ પામીને મરવાને જાણે ઇચ્છતા હોય એવા ચકવતીને જોઈને ઈંદ્ર તેને બેધ પમાડવા માટે આ પ્રારંભ કરે છે – ' હે ભરતેશ્વર! હે મહાસત્ત્વથી શોભાયમાન ! આપણું આ સ્વામી જાતે સંસાર સમુદ્રને તર્યા અને બીજાઓને પણ તાર્યા. તીર્થ વડે–પાણીમાં ઉતરવાના માર્ગ વડે જેમ મહાનદીને ઉતરે તેમ જિનેશ્વરે સ્થાપન કરેલા તીર્થ વડે બીજા પણ સંસારી જી લાંબા કાળ સુધી સંસાર– સમુદ્રને પાર કરશે. તે ભગવંત પિતે કૃતકૃત્ય હવા, છતાં, બીજા લોકોને કૃતકૃત્ય કરવા માટે એક લાખ પૂર્વ વર્ષ સુધી રહ્યા. સમસ્ત લેક ઉપર અનુગ્રહ કરીને કલ્યાણકારી, અચલ, રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનર્ભવ એવા સિદ્ધિગતિ નામના સ્થાન પામેલા. એવા જગસ્વામીને તું શેક કેમ કરે છે? જે મરણ પામીને મહાદુઃખના સમૂહવાળા સ્થાનવાળી લાખ યોનિ એમાં અનેકવાર ભટકે છે તે જ મરણ પામેલે શેક કવા લાયક છે. ' એ હે રાજેંદ્ર! સાધારણ માણસની માફક, મોક્ષપદને પામેલા પ્રભુને શેક કરતાં તું કેમ લજજા પામતે નથી? શેક કરતાં એવા તને અને શેક કરવા યોગ્ય એવા પ્રભુને.