________________
૪૮૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
હવે ઈન્દ્ર ક્ષીરસમુદ્રમાંથી પુષ્પરાવર્તમેઘની જેમ દેવે પાસે શીધ્ર જળ મંગાવે છે. તે જળ વડે ઇંદ્ર ભગવંતના શરીરને સ્ફવરાવે છે, તેમ જ ગશીર્ષચંદનના રસ વડે વિલેપન કરે છે. તે પછી ઇંદ્ર હંસના ચિહ્નવાળા દેવદૂષ્ય વસ્ત્ર વડે પરમેશ્વરના તે શરીરને ઢાંકે છે, ઢાંકીને તે પરમેશ્વરના શરીરને દિવ્ય માણિક્યના આભૂષણ વડે ભૂષિત કરે છે, બીજા દેવ બીજા મુનિઓને શરીરની પણ તે જ વખતે ઇંદ્રની જેમ ભક્તિવડે તે સર્વ સ્નાનઆદિ કરે છે.
તે પછી દે જુદા જુદા લાવેલા ત્રણ લેકના સારભૂત રત્ન વડે હજાર પુરુષે ઉપાડી શકે એવી ત્રણ શિંબિકાઓ કરે છે.
તે પછી ઇંદ્ર જાતે સ્વામીના ચરણોમાં પ્રણામ કરીને. પ્રભુના દેહને મસ્તક ઉપર ઉપાડીને શિબિકાની મધ્યમાં સ્થાપન કરે છે, બીજા દેવ ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા. મોક્ષ પદના અતિથિ એવા મુનિઓના શરીરને તેવી જ રીતે બીજી શિબિકામાં સ્થાપન કરે છે, તેમ જ બીજા. દેવ બીજા મુનિઓના દેહને પિતાના મસ્તકે ચઢાવીને ત્રીજી શિબિકામાં મૂકે છે.
હવે પિતે તે જિનેશ્વરની શિબિકાને ઉપાડે છે. બીજા દેવે બીજા મુનિઓની શિબિકાઓને ઉપાડે છે.
તે વખતે એક તરફ અપસરાએ તાલપૂર્વક રાસડા ગાતે છતે, બીજી તરફ મધુર શબ્દ કરતે છતે આગળ આગળ.