________________
૪૬૮
શ્રી ઋષભનાથ ચરિત્ર ત્રીજે ભદ્ર નામે બળદેવ તે સુપ્રભાદેવીને પુત્ર, પાંસઠ લાખ વર્ષના આયુષ્યવાળે થશે.
ચોથે સુપ્રભ નામે બળદેવ તે સુદર્શન દેવીનો પુત્ર, પંચાવન લાખ વર્ષના આયુષ્યવાળે જાણ. ૪
માંચમો સુદર્શન નામે બળદેવ તે વિજયાદેવીને પુત્ર, સત્તર લાખ વર્ષના આયુષ્યવાળો થશે. ૫
છઠ્ઠો આનંદ નામે તે વિજયાદેવીને પુત્ર, પંચાશી. હજાર વર્ષના આયુષ્યવાળે થશે. ૬
સાતમે નંદન નામે બળદેવ તે જયંતીદેવીને પુત્ર, પાંસઠ હજાર વર્ષના આયુષ્યવાળે થશે. ૭.
આઠમે પદ્મ (રામચંદ્ર) નામે બળદેવ તે અપરાજિતા દેવીને પુત્ર, પંદર હજાર વર્ષના આયુષ્યવાળો થશે. ૮
નવો રામ (બળભદ્ર) નામે બળદેવ તે રોહિણીદેવીને પુત્ર, બારસે વર્ષના આયુષ્યવાળો થશે.
તેઓમાં આઠ બળદેવ મેક્ષમાં જશે, નવમે રામ. (બળભદ્ર) પાંચમા બ્રહ્મદેવલોકમાં જશે, ત્યાંથી ચવીને આવતી ઉત્સપિરણીમાં ભરતક્ષેત્રમાં તે કૃષ્ણના તીર્થમાં મોક્ષે જશે.
નવ પ્રતિવાસુદેવે તે આ પ્રમાણે છે :
અશ્વગ્રીવ ૧, તારક ૨, મેરક ૩, મધુ ૪, નિશુંભ ૫, બલી ૬, પ્રફ્લાદ ૭, લંકાપતિ રાવણ ૮, અને મગધેશ્વર જરાસંઘ. ૯