________________
થીઋષભનાથ ચરિત્ર
૪૬૭ વાણારસીનગરીમાં અગ્નિસિંહ રાજા અને શેષવતીદેવીનો પુત્ર છપન હજાર વર્ષના આયુષ્યવાળો, છગ્લીશ ધનુષ્યના શરીરવાળો, અરજિન અને મલ્લિજિનના આંતરામાં સાતમે દત્ત નામે વાસુદેવ થશે. આયુષ્ય પૂર્ણ કરી તે પાંચમી નરકમાં જશે. ૭
રાજગૃહી નગરમાં (અધ્યાનગરીમાં) દશરથરાજા અને સુમિત્રાદેવીને પુત્ર બાર હજાર વર્ષના આયુષ્યવાળો, સેળ ધનુષ્ય પ્રમાણ દેહવાળે, મુનિસુવતજિન અને નમિજિનના આંતરામાં આઠમો નારાયણ (લક્ષમણ) નામે વાસુદેવ થશે. તે આયુષ્ય પૂર્ણ કરીને ચોથી નરકમૃથ્વીમાં જશે. ૮
મથુરાનગરીમાં વસુદેવ રાજા અને દેવકીને પુત્ર એક હજાર વર્ષના આયુષ્યવાળો, દશ ધનુષ્યના શરીરવાળે, નેમિજિનેશ્વરની ઉપાસના કરનાર, નવમે કૃષ્ણ નામે. વાસુદેવ થશે. તે ત્રીજી નરકપૃથ્વીમાં જશે. ૯
વાસુદેવ અને બળદેવના પિતા એક જ હોય છે, દેહની ઊંચાઈ પણ સમાન જ હોય છે, બીજે જે વિશેષ છે તે આ છે –
તેમાં પ્રથમ અચલ નામે બળદેવ તે ભદ્રાદેવીને પુત્ર, પંચ્યાસી લાખ વર્ષના આયુષ્યવાળો થશે. ૧ - બીજે વિજય નામે બળદેવ તે સુભદ્રાદેવીને પુત્ર, પંચોતેર લાખ વર્ષના આયુષ્યવાળો થશે. ૨