________________
४९०
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભદ્દિલપુરમાં દૃઢરથ રાજા અને નંદાદેવીના પુત્ર સુવર્ણ સમાન કાંતિવાળા, એક લાખ પૂર્વના આયુષ્યવાળા, નેવું ધનુષ્યની ઊંચાઈ વાળા, પચીશ હજાર પૂર્વ વ્રત પર્યાયવાળા, દશમા શીતલ નામે અરિહંત થશે. આંતરું નવ કોડ સાગરોપમનું જાણવું. ૧૦ - સિંહપુરમાં વિઘુરાજા અને વિષ્ણુદેવીના પુત્ર સુવર્ણ સરખી કાંતિવાળા, એંશી ધનુષ્ય ઊંચા દેહવાળા, રાશી લાખ વર્ષના આયુષ્યવાળા, એકવીશ લાખ વર્ષ વ્રતના પર્યાયવાળા અગ્યારમા શ્રેયાંસ જિનેધર થશે. જિનેશ્વરોનું અંતર છાસઠ લાખ, કવીશ હજાર, એક સાગરોપમ હીન એક કેડ સાગરોપમ જાણવું. ૧૧ | ચંપાનગરીમાં વસુપૂજ્ય રાજા અને જયાદેવીના પુત્ર પુત્ર બેતેર લાખ વર્ષના આયુષ્યવાળા, સીત્તેર ધનુષ્ય ઊંચા, રક્તવર્ણવાળા, ચેપન લાખ વર્ષ વ્રતના પર્યાયવાળા, બારમા વાસુપૂજ્ય તીર્થકર થશે. તેમ જ આંતરું ચેપન સાગરોપમ જાણવું. ૧૨
કાંપિલ્યનગરમાં કૃતવર્મરાજા અને શ્યામાદેવીના પુત્ર, સાઠલાખ વર્ષના આયુષ્યવાળા, સાઠ ધનુષને દેહવાળા, સુવર્ણ સરખી કાંતિવાળા, પંદર લાખ વર્ષ વ્રતપર્યાયવાળા, તેરમા વિમલ જિનેશ્વર થશે. વાસુપૂજ્યના નિર્વાણ અને વિમલજિનના નિર્વાણના આંતરામાં ત્રીશ સાગરોપમ થશે. ૧૩