________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૫૯ ત્રણસે ધનુષ્યના દેહવાળા, બાર પૂર્વાગહીન એક લાખ પૂર્વના વ્રતવાળા પાંચમા સુમતિનાથ અરિહંત થશે, અને આંતરું નવલાખ કોડ સાગરોપમ જાણવું. ૫
કૌશાંબી નગરીમાં ધરરોજા અને સુસીમાદેવીના પુત્ર, રક્ત વર્ણવાળા, ત્રીશ લાખ પૂર્વના આયુષ્યવાળા, અઢીસો ધનુષ્ય પ્રમાણ દેહવાળા, સોળ પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ વ્રતવાળા છઠ્ઠા પદ્મપ્રભ તીર્થકર થશે. આંતરું નેવું હજાર ક્રોડ સાગરોપમ જાણવું. ૬
વાણારસી નગરીમાં પ્રતિષ્ઠા રાજા અને પૃથ્વીદેવીના પુત્ર, સુવર્ણની કાંતિવાળા, વીશ લાખ પૂર્વના આયુષ્યવાળા બસો ધનુષ શરીરવાળા, વીશ પૂર્વાગહીન એક લાખ પૂર્વ વતવાળા, સાતમા સુપાર્શ્વ નામે જિનેશ્વર થશે, આંતરું નવહજાર ક્રોડ સાગરોપમ જાણવું. ૭
ચંદ્રાનન નગરમાં મહાસેન રાજા અને લક્ષ્મણદેવીના પુત્ર, દશ લાખ પૂર્વના આયુષ્યવાળા, વેતવર્ણવાળા, દોઢસે ધનુષ્ય ઊંચાઈવાળા, વીશ પૂર્વાગહીન એક લાખ પૂર્વ વતવાળા, આઠમા ચંદ્રપ્રભ તીર્થકર થશે. આંતરું નવસો ક્રોડ સાગરોપમ જાણવું. ૮
કાકંદીનગરીમાં સુગ્રીવરાજ અને રામદેવના પુત્ર વેતવર્ણવાળા, બે લાખ પૂર્વના આયુષ્યવાળા, એકસ ધનુષ્યના દેહવાળા, અઠ્ઠાવીશ પૂર્વાગહીન એક લાખ પૂર્વ વત પર્યાયવાળા, નવમા સુવિધિ તીર્થકર થશે. આંતરું નેવું કોડ સાગરોપમ જાણવું. ૯