________________
૪૫૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
બીજા બાવીશ જિનેશ્વર કાશ્યપગેત્રી જાણવા. સર્વે જિનેશ્વરી મોક્ષગામી હોય છે. ૧
અધ્યાનગરીમાં જિતશત્રુરાજા અને વિજયાદેવીના પુત્ર, તેર લાખ પૂર્વના આયુષ્યવાળ, સુવર્ણ સરખી કાંતિવાળા, સાડા ચારસો ધનુષ્ય દેહની ઊંચાઈવાળા, એક પૂર્વાગ હીન એક લાખ પૂર્વ પ્રમાણ વ્રતના પર્યાયવાળા બીજા અજિતનાથ તીર્થકર થશે, મારા નિર્વાણથી અજિતજિનના નિર્વાણકાળનું પચાસ લાખ કેટી સાગરેપમનું અંતર જાણવું. ૨
શ્રાવસ્તિ નગરીમાં જિતારિરાજા એને સેનાદેવીને પુત્ર સુવર્ણ સમાન કાંતિવાળા, સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળા, ચાર ધનુષ્ય ઊંચા, ચાર પૂર્વાગહીન એક લાખ પૂર્વ દીક્ષા પર્યાયવાળા ત્રીજા સંભવનાથ થશે. અજિતજિન અને સંભવજિનના નિર્વાણનું અંતર ત્રીશ લાખ કરોડ સાગરોપમ જાણવું. ૩
વિનીતાનગરીમાં સંવરરાજા અને સિદ્ધાર્થાદેવીના પુત્ર, કંચનવર્ણવાળા, પચાસ લાખ પૂર્વના આયુષ્યવાળા, સાડાત્રણસે ધનુષ્ય પ્રમાણ શરીરવાળા, આઠ પૂર્વાગહીન એક લાખ પૂર્વ વ્રતના પર્યાયવાળા ચોથા અભિનંદન જિનેશ્વર થશે, અને દશ લાખ કરોડ સાગરોપમનું અંતર જાણવું. ૪
તે નગરીમાં મેઘરાજા અને મંગલાદેવીના પુત્ર સુવર્ણ સરખી કાંતિવાળા, બેંતાલીસ લાખ પૂર્વના આયુષ્યવાળા