________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૫૭
હું સમગ્ર ભુવનના સ્વામી! રાજા ગામ કરતાં અને ભુવન કરતાં પણ પોતાની નગરીને ચઢિયાતી કરે છે, તેમ તમે આ જીવનને ભૂષિત કરેલ છે, પિતા-માતા-ગુરુ-અને સ્વામી એ બધા જે કરતા નથી તે તમે એક હાવા છતાં પણ અનેક જેવા થઈને હિત કરો છો.
જેમ ચંદ્ર વડે રાત્રી, જેમ હુંસ વડે મહાસરોવર, જેમ તિલક વડે મુખ શાલે છે, તેમ તમારા વડે આ ભુવન શાભે છે.
આ પ્રમાણે વિનય યુક્ત ભરતેશ્વર વિધિપૂર્વક ભગવંતની સ્તુતિ કરીને અને પ્રણામ કરીને યથાસ્થાને બેસે છે. ભગવત પ્રત્યે ભરતરાજાની પૃચ્છા
ભગવ ́ત ! ચેાજનગામિની અને મનુષ્ય-તિર્યંચ અને દેવલેાકેાને પાતપેાતાની ભાષામાં સમજાય એવી વાણી વડે જગતને ઉપકાર કરવા માટે દેશના કરે છે દેશના પૂર્ણ થયે છતે ભરતેશ્વર પ્રભુને નમીને રોમાંચિત શરીરવાળા બે હાથ જોડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે: હે નાથ! આ ભરતભૂમિમાં જેવી રીતે તમે વિશ્વને હિત કરનારા છે, તેમ બીજા કેટલા ધમ' ચક્રવતી થશે ? અને તેઓના નગર, ગાત્ર, માતા, પિતા, નામ, આયુષ્ય, વણું, માન, અંતર, દીક્ષા અને ગતિ મને કહેા.
હવે પ્રભુ કહે છે કે :–આ ભરતક્ષેત્રમાં બીજા ત્રેવીશ તીકર અને અગ્યાર ચક્રવતી થશે. તેમાં વીશમા અને આવીશમા તીર્થંકર ગૌતમગાત્રમાં ઉત્પન્ન થયેલા અને